પપ્પુ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો.
ત્યાં એક સાહેબે તેને પૂછ્યું,
સર : માણસે એની પત્નીને એના વિચાર અને
વર્તનથી વાકેફ રાખવી જોઈએ?
પપ્પુ : એ સમયની બરબાદી છે સર,
પત્નીને એના પતિના વિચારો વિશે તો ખબર જ
હોય છે. અને વાત રહી વર્તનની તો
તેને એના પાડોશી પતિના વર્તનની
રજેરજ ખબર પહોંચાડતા જ હોય છે.
પપ્પુને ખુશ થઈને નોકરીએ રાખી લીધો.
😅😝😂😜🤣🤪

ટીના : પુરુષો ઘણા જલ્દી બદલાઈ જાય છે.
બીના : કેમ શું થયું?
ટીના : જો ને,
બે મહિના પહેલા હું પપ્પુની દિવાની હતી.
હવે એ મને જરા પણ ગમતો નથી.
પુરુષો કેટલા જલ્દી બદલાઈ જાય છે.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)