Homeક્રિકેટચેઈન સ્મોકર શાહરૂખ ખાને...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

  • કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા
  • IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે
  • મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન આન્દ્રે રસેલે તે ફોર્મ બતાવ્યું જેના માટે તે હંમેશા જાણીતો રહ્યો છે.

રસેલે બોલરોનો નાશ કર્યો અને છગ્ગાનો વરસાદ કર્યો. રસેલ સહિત કોલકાતાના બાકીના બેટસમેનોના આ પ્રદર્શને ટીમના ચાહકોને તો ખૂબ જ ખુશ કર્યા પરંતુ ટીમના માલિક અને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનું દિલ પણ જીતી લીધું. પરંતુ આ બધાની વચ્ચે શાહરૂખે કંઈક એવું કર્યું જેને જોઈને હોબાળો મચી ગયો.

મેચમાં હાજર શાહરૂખખાન

IPLની નવી સિઝનમાં કોલકાતાની પ્રથમ મેચમાં ટીમને સપોર્ટ કરવા શાહરૂખ ખાન પણ હાજર રહ્યો હતો. આ સમય દરમિયાન, શાહરુખને જોઈને ચાહકો ઉત્સાહથી ભરાઈ ગયા હતા અને તેના નામના નારા લગાવવા લાગ્યા હતા, ત્યારે શાહરુખે પણ તેમના પર પ્રેમ વરસાવ્યો હતો અને હાથ મિલાવતા ફ્લાઈંગ કિસ આપી હતી. શાહરૂખે આ દરમિયાન ટીમની બેટિંગની મજા પણ માણી હતી પરંતુ આ દરમિયાન તે અચાનક સિગારેટનો ધુમાડો ઉડાડતો કેમેરામાં કેદ થઈ ગયો હતો.

સ્ટેડિયમમાં સિગારેટના ધુમાડા

પોતાની સ્મોકિંગની આદતને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર શાહરૂખ ખાન ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પણ પોતાને આમ કરવાથી રોકી શકયા નહીં. કોલકાતાની ઇનિંગ દરમિયાન શાહરૂખ સ્ટેડિયમના કોર્પોરેટ બોક્સમાં બેસીને મેચની મજા માણી રહ્યા હતા અને આ દરમિયાન તે સિગારેટ પીતા કેમેરાની નજરમાં આવ્યા હતો.શાહરૂખનો સ્મોકિંગનો વીડિયો ટીવી સ્ક્રીન પર આવતાની સાથે જ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. ઘણા યુઝર્સે આ માટે શાહરૂખની ટીકા કરી અને તેને યુવાનો માટે ખોટો સંદેશ ગણાવ્યો.

અગાઉ પણ ધૂમ્રપાનને કારણે વિવાદ

કોઈપણ રીતે, શાહરૂખ IPLમાં વિવાદો સાથે લાંબા સમયથી સંકળાયેલો છે. આ પહેલીવાર નથી જ્યારે તેમણે IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં ધૂમ્રપાન કરતા પકડાયા હોય. અગાઉ 2012ની સિઝનમાં સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા હતા. ત્યારબાદ શાહરૂખ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા હતા. આ મામલે જયપુરની સ્થાનિક કોર્ટમાં તેમની સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો. આ સિવાય મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ સ્ટાફ સાથેની લડાઈને કારણે તેના પર ઘણા વર્ષો સુધી સ્ટેડિયમમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Most Popular

More from Author

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ...

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...

IPL 2024 Opening Ceremony: RCB-CSK પહેલા બોલિવુડ સ્ટાર્સે ઓપનિંગ સેરેમનીમાં મચાવી ધૂમ

ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા શુક્રવારે (22 માર્ચ) ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં ફેમસ સંગીતકાર એઆર રહેમાન, એક્ટર અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને સિંગર સોનુ નિગમે જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. એઆર રહેમાન અને સોનુ નિગમે તેમના સુરીલા અવાજોથી ધૂમ મચાવી હતી. અક્ષય...