Homeક્રિકેટઆજથી આઇપીએલ ફીવર, વિશ્વની...

આજથી આઇપીએલ ફીવર, વિશ્વની સૌથી લોકપ્રિય લીગનો આજથી પ્રારંભ

એક સિઝનની ફાઇનલ રમાય અને તેના બીજા જ દિવસથી આગામી સિઝનના પ્રારંભની રાહ જોવાનું શરૂ થઈ જાય તેવી ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને વિશ્વની સૌથી ધનાઢ્ય તથા એટલી જ લોકપ્રિય એવી આ લીગનો શુક્રવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. તે સાથે જ સમગ્ર ક્રિકેટ વિશ્વ આઇપીએલના ફીવરમાં જકડાઈ જશે. આગામી લગભગ દોઢ મહિનો અને 74 મેચ સુધી ક્રિકેટ તેના રોમાંચના સર્વોચ્ચ શિખર પર પહોંચી જશે જેને અંતે આઇપીએલને કોઈ નવી ચેમ્પિયન ટીમ મળશે કે ચેન્નાઈ સુપર કિંગ્સ કે મુંબઈ ઇન્ડિયન્સ જેવી ધુરંધર ટીમ આઇપીએલના ટાઇટલની સિક્સર ફટકારશે તેનો નિર્ણય થશે.

ક્રિકેટમાં કાંઈ અણધાર્યું બને અથવા તો તમને અપેક્ષા હોય તેના કરતાં વિપરીત જ કાંઈક બને તેનું નામ આઇપીએલ. આ પ્રકારે આઇપીએલમાં ઘણા અણધાર્યા આંચકા આવતા હોય છે પરંતુ આ સિઝનમાં તો તેનો પ્રારંભ થાય તે પહેલાં જ એક આંચકો આવી ગયો છે જેમાં ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ અચાનક જ કપ્તાની છોડીને નવાસાવ ઋતુરાજ ગાયકવાડને આ જવાબદારી સોંપી દીધી છે. આમ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ તેના ટાઇટલ ડિફેન્ડ કરવાના અભિયાનનો પ્રારંભ બેંગલોર સામેની મેચ સાથે કરશે ત્યારે તેનો સુકાની ગાયકવાડ હશે.

શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે અહીંના ઐતિહાસિક ચેપોક ખાતે 2024ની સિઝનની પ્રથમ મેચ રમાશે.

આ તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ છે જે હજી સુધી ક્યારેય આ લીગ જીતી શકી નથી જયારે બીજી તરફ ચેન્નાઈની ટીમ છે જે મુંબઈ ઇન્ડિયન્સની માફક પાંચ ટાઇટલ જીતીને મોખરે છે. જોકે બેંગલોર સામે આ વખતે નવો જ પડકાર છે કેમ કે તેની વિમેન્સ ટીમે હજી ગયા સપ્તાહે જ વિમેન્સ પ્રીમિયર લીગનું ટાઇટલ જીત્યું હતું. હવે તેની વિમેન્સ ટીમને તેની તાકાતનો પરચો દેખાડવાનો સમય આવી ગયો છે.

મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિની સતત ચાલતી આવતી અટકળો, વિરાટ કોહલીની લાંબી અને સફળ કારકિર્દી, ગંભીર અક્સ્માત બાદ નવજીવન પ્રાપ્ત કરીને ક્રિકેટમાં પરત ફરી રહેલા રિશભ પંત અને કપ્તાનીના બોજને એક તરફ રાખીને હળવાશ અનુભવી રહેલો રોહિત શર્મા. આ તમામ ખેલાડી ઉપરાંત ભારતના પ્રતિભાવંત અને યુવાન ખેલાડીઓ અને વિદેશી ધુરંધરોનું આકર્ષણ ધરાવતી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વખતે પણ અગાઉ જેવા રોમાંચની જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. લગભગ દોઢ મહિનો ચાલનારી આ ટી20 ક્રિકેટ લીગ દર વર્ષની માફક નવું જ આકર્ષણ પેદા કરશે. આ સિઝનમાં લગભગ 74 મેચ રમાનારી છે. આઇપીએલના આયોજકોએ દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને આઇપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો નથી પરંતુ તે ટૂંક સમયમાં જાહેર થઈ જશે. આ વખતે રિશભ પંત અને તેની ફિટનેસ પર પણ સૌની નજર રહેશે. જીવલેણ ઘટના બાદ તે પહેલી વાર મેદાનમાં પરત ફરી રહ્યો છે. પંત ખુદ પણ તેની ક્ષમતા પુરવાર કરવા અને હજી પણ અગાઉ જેવી જ ધારદાર રમત દાખવી શકે છે તે પુરવાર કરવા માટે રમશે. એક હાથે સિક્સર ફટકારવાની તેની ક્ષમતા હજી અકબંધ છે કે નહીં તે પણ આ વખતની આઇપીએલમાં જોવા મળશે. ભારતને તેનામાં વઘારે રસ હોવાનું કારણ એ પણ છે કે આઇપીએલ બાદ તરત જ યોજાનારા ટી20 વર્લ્ડ કપમાં રિશભ પંત પણ ભારતીય ટીમમાં એક સ્થાન માટેનો દાવેદાર બની જશે.

આ વખતે રોહિત શર્મા પર પણ સૌની નજર રહેશે કેમ કે છેલ્લા ઘણા સમય બાદ રોહિત હવે સુકાનીપદના દબાણને એક તરફ રાખીને રમવાનો છે. રોહિત આમેય ટી20 ક્રિકેટનો ખતરનાક બેટ્સમેન ગણાય છે અને તેવામાં તેની ઉપરથી કપ્તાનીનો બોજો દૂર થઈ ગયો છે ત્યારે મુંબઈનો આ બેટ્સમેન અલગ જ અંદાજમાં જોવા મળશે.

વિરાટ કોહલી પણ આ જ પ્રકારનું આકર્ષણ ધરાવે છે. તેણે ખુદે કબૂલ્યું હતું કે આટલા સમય સુધી બેંગલોર માટે રમ્યા બાદ હવે તે ટાઇટલ પર નજર રાખી રહ્યો છે. તાજેતરમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વિમેન્સ ટીમે WPL ટાઇટલ જીત્યું હતું અને હવે 16 વર્ષ બાદ બેંગલોરની મેન્સ ટીમ પાસેથી એવી જ સફળતાની અપેક્ષા રખાય છે.

જોકે આ સ્ટાર્સ ઉપરાંત પણ ભારતના એવા કેટલાક ખેલાડી છે જેઓ આકર્ષણ બની શકે તેમ છે. ગઈ સિઝનમાં રિન્કુ સિંઘે અમદાવાદ ખાતેની મેચમાં છેલ્લા પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારી હતી અને મેચનું પાસું કોલકાતા નાઇટ રાઇડર્સના પક્ષમાં લાવી દીધું હતું. આજે સ્થિતિ એ છે કે આ સિઝનમાં રિન્કુનું પ્રદર્શન તેને ટી20 વર્લ્ડ કપની ટિકિટ અપાવી શકે તેમ છે. મે મહિનાના અંત સુધી રમાનારી આઇપીએલમાંથી જ ટી20 વર્લ્ડ કપમાં કોને તક મળી શકે તેમ છે તેનો નિર્ણય લેવાઈ જશે.

Most Popular

More from Author

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ...

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...