Homeરસોઈઘરે આવેલ મહેમાન માટે...

ઘરે આવેલ મહેમાન માટે બનાવો રાજસ્થાની લાપસી, નોંધી લો તેને બનાવવાની સરળ રેસિપી

રાજસ્થાની ફૂડનો સ્વાદ ખૂબ જ અલગ હોય છે. રાજસ્થાની ફૂડમાં રાજસ્થાની લાપસી પણ એક ફેમસ ડીશ છે. રાજસ્થાની લાપસી સ્વાસ્થ્ય માટે પણ ઘણી ફાયદાકારક હોય છે. કારણ કે, તે દળિયામાંથી બનાવવામાં આવે છે. રાજસ્થાનની સાથે સાથે ગુજરાતમાં પૂજાના સમયે રાજસ્થાની લાપસી બનાવવામાં આવે છે.

જો કે, રાજસ્થાની લાપસી કોઈપણ સમયે બનાવીને ખાઈ શકાય છે.

રાજસ્થાન અને ગુજરાતમાં લોકો નાસ્તામાં આ લાપસી ખાવાનું પસંદ કરે છે. જો તમારા ઘરે કોઈ મહેમાન આવેલ છો તો તમે તેને રાજસ્થાની લાપસી બનાવીને સર્વ કરી શકો છો. ત્યારે નોંધી લો રાજસ્થાની લાપસી બનાવવાની સરળ રેસિપી.

રાજસ્થાની લાપસી બનાવવા માટેની સામગ્રી

1 કપ દળિયા
1/2 કપ ઘી
3/4 કપ ખાંડ
5-6 એલચી
2 ચમચી કાજુ
2 ચમચી કિસમિસ

રાજસ્થાની લાપસી બનાવવાની રીત

સૌ પ્રથમ કુકરને ગેસ પર ગરમ કરવા મૂકી દો.
હવે તેમાં ઘી નાખીને ઓગળી લો.
ત્યારબાદ તેમાં દળિયા ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સતત ચમચા વડે હલાવતા રહો.
દળિયા શેકાઈ ગયા પછી, દળિયામાં 3½ કપ પાણી ઉમેરીને કૂકર બંધ કરી લો.
કૂકરમાં એક સીટી વાગ્યા બાદ ગેસ બંધ કરી દો. પ્રેશર છૂટી જાય પછી કૂકર ખોલી લો.
એલચીને છોલીને તેનો પાવડર બનાવી લો.
કાજુના નાના-નાના ટુકડા કરી લો.
દળિયામાં ખાંડ ઉમેરીને મિક્સ કરો.
તેમાં સમારેલા કાજુ, કિસમિસ, એલચી પાવડર અને થોડું ઘી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
ખાંડ ઓગળવા સુધી લાપસીને થવા દો.
લાપસી બનીને તૈયાર છે, ગેસ બંધ કરી દો.
લાપસીને બાઉલમાં કાઢીને કાજુથી ગાર્નિશ કરો.
તૈયાર છે સ્વાદિષ્ટ લાપસી, સર્વ કરીને તેનો સ્વાદ માણો.

Most Popular

More from Author

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ...

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...