Homeમનોરંજનબહારથી આવતા લોકોથી ઇન્ડસ્ટ્રીના...

બહારથી આવતા લોકોથી ઇન્ડસ્ટ્રીના લોકોને ખૂબ પ્રૉબ્લેમ છે : શાહિદ

શાહિદ કપૂરે જણાવ્યું છે કે જો કોઈ ઇન્ડસ્ટ્રીની બહારથી આવે તો લોકોને ખૂબ તકલીફ થાય છે. સાથે જ તેને બૉલીવુડમાં ચાલતા કૅમ્પથી પણ નફરત છે. શાહિદે ‘ઇશ્ક વિશ્ક’ ફિલ્મથી બૉલીવુડમાં શરૂઆત કરી હતી. એ પહેલાં તે મ્યુઝિક વિડિયો ‘આંખોં મેં તેરા હી ચહેરા’માં જોવા મળ્યો હતો. બૉલીવુડ અને પોતાના બાળપણના દિવસો વિશે નેહા ધુપિયાના શો ‘નો ફિલ્ટર નેહા’માં શાહિદે કહ્યું કે ‘હું કૅમ્પમાં માનનારો માણસ નથી.

હું દિલ્હીનો છું. હું મુંબઈમાં આવ્યો અને મારા ક્લાસમાં મારો સ્વીકાર નહોતો થયો. હું બહારથી આવ્યો હોવાથી મારી બોલવાની રીત અલગ હતી. હું દિલ્હીની સ્ટાઇલમાં બોલતો હતો. ઘણા સમય સુધી મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું. અમે ભાડાના મકાનમાં રહેતા હતા. એથી દર અગિયાર મહિનામાં અમારે ઘર શિફ્ટ કરવાનું હતું. હું નવા બિલ્ડિંગમાં રહેવા જતો અને જે લોકો મને નથી ઓળખતા તેમને ફ્રેન્ડ્સ બનાવતો હતો. હું શ્યામક દાવરના ડાન્સ ક્લાસમાં જોડાયો અને કૉલેજમાં ફાઇનલી મારો સ્વીકાર થયો. મારું પોતાનું ગ્રુપ હતું અને હું ઍક્ટર બની ગયો.

હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મને એહસાસ થયો કે આ પણ એક સ્કૂલ જેવું છે. બહારથી આવનારનો અહીંના લોકો સ્વીકાર નથી કરતા. તેમને ખૂબ પ્રૉબ્લેમ થાય છે કે તું અંદર કઈ રીતે આવી ગયો. અનેક વર્ષો સુધી આવી બાબતોનો સામનો કરવો પડે છે. બૉલીવુડના કૅમ્પ મને પસંદ નથી. મારું એવું માનવું છે કે જે લોકોને ક્રીએટિવલી એકબીજા સાથે જોડાવું હોય તો તેમણે સાથે કામ કરવું જોઈએ. લોકોને એકબીજા સાથે કામ કરવાનું ફાવતું હોય તો તેમણે સાથે કામ કરવું જોઈએ. જોકે એનો અર્થ જરાય એવો નથી કે તમે કોઈને અપમાનિત કરો અથવા કોઈને નીચા દેખાડો અથવા તો અન્ય લોકો માટે દરવાજા બંધ કરી દો. મને એવું લાગે છે કે આ જ વસ્તુ આ ફ્રૅટર્નિટીમાં થાય છે. મને કોઈ પરેશાન કરે એ પસંદ નથી. મારામાં કિડ તરીકે, ટીનેજર અને યંગ ઍડલ્ટ તરીકે કૉન્ફિડન્સનો અભાવ હતો પરંતુ હવે જો કોઈ મને હેરાન કરશે તો હું સામે વળતો જવાબ આપીશ. મને પજવણીથી નફરત છે. હું પરેશાનીને જ હેરાન કરીશ. આ નો ફિલ્ટર શાહિદ છે.’

Most Popular

More from Author

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ...

👱🏻‍♀️પત્નીઃ નો ડાર્લિંગ, ઈટ મીન વિથ ઈડિયટ ફોર એવર… 😅😝😂😜🤣🤪

જો તમે 🏡ઘરે પાછા આવો ત્યારે દર વખતે 👱🏻‍♀️પત્ની 💋ચુંબન કરે...

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . . 😅😝😂😜🤣🤪

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે ત્યારથી બધાય વાયરસો એ...

Read Now

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને, 😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો...

ચેઈન સ્મોકર શાહરૂખ ખાને સ્ટેડિયમાં સળગાવી સિગરેટ,લોકોએ કરી ટીકા

કિંગ ખાન સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા IPLના ઈતિહાસમાં શાહરૂખ ખાનનો વિવાદો સાથે લાંબો સંબંધ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઘણા વર્ષો સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો IPL 2024ની પ્રથમ મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર બેટિંગનો જબરદસ્ત દેખાવ રજૂ કર્યો હતો. ટીમના વિસ્ફોટક બેસમેન...

🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ ! 😅😝😂😜🤣🤪

🧟ભિખારીઃ બહેન, એક આઠ 🪙આના આલોને !👱🏻‍♀️સ્ત્રીઃ અત્યારે, 👨🏻‍🦰શેઠ 🏡ઘરમાં નથી.🧟ભિખારીઃ 👱🏻‍♀️બહેન, 🏡ઘરમાં તમારી આઠ 🪙આના જેટલી 🤑કિંમત પણ નથી…!!!🙈🙊🙉 🧔🏽ટપુઃ તમારા વખાણ કરું એટલા ઓછાં…🧔🏻‍♂️નટુઃ આખરે તમને મારી 🤑કિંમત 😉સમજાઈ !🧔🏽ટપુઃ ના, મને એ સમજાયું કે,🥱મુરખ આગળ જૂઠું 🗣બોલવામાં વાંધો નહિ…😈😈😈😈😈😈 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા...