Homeક્રિકેટડબ્લ્યુટીસી પૉઇન્ટ ટેબલમાં ઊથલપાથલઃ...

ડબ્લ્યુટીસી પૉઇન્ટ ટેબલમાં ઊથલપાથલઃ કિવીઓએ ૪૮ કલાકમાં ભારતની બાજી બગાડી

ન્યુ ઝીલૅન્ડે પહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને ૨૮૧ રનથી માત આપી છે. ન્યુ ઝીલૅન્ડ આ જીત સાથે બે ટેસ્ટ મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ પહોંચી ગઈ છે. માઉન્ટ માઉંગાનુઈમાં રમાયેલી આ મૅચમાં જીત મેળવ્યા બાદ કિવીને બંપર ફાયદો થયો છે. ડબ્લ્યુટીસી પૉઇન્ટ ટેબલમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ પહેલા સ્થાને પહોંચી ગઈ છે. કિવીની આ જીત થતાં ભારતીય ટીમ અને ઑસ્ટ્રેલિયાની ટીમને મોટો ફટકો પડ્યો છે.

કિવીનું પૉઇન્ટ ટેબલમાં પહેલું સ્થાન
બુધવારે ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટમાં કિવીએ ૨૮૧ રનથી શાનદાર જીત મેળવી હતી. આ મૅચમાં પહેલાં બેટિંગ કરતાં ન્યુ ઝીલૅન્ડ ટીમે ૫૧૧ રનનો જંગી જુમલો ખડો કર્યો હતો, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૧૬૨ રન જ કરી શકી હતી અને ઑલઆઉટ થઈ ગઈ હોવાથી કિવી ટીમને ૩૪૯ રનની જંગી લીડ મળી હતી. જવાબમાં કિવી ટીમે બીજી ઇનિંગ્સ ૪ વિકેટના ભોગે ૧૭૯ રન પર ડિક્લેર કરી હતી અને સાઉથ આફ્રિકાને જીતવા માટે ૫૨૯ રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. ત્યાર બાદ સાઉથ આફ્રિકા બીજી ઇનિંગ્સમાં ૨૪૭ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં કિવીએ મોટી જીત મેળવી હતી.

ભારત-ઑસ્ટ્રેલિયાને નુકસાન
આ જીત સાથે ન્યુ ઝીલૅન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩-૨૫ના પૉઇન્ટ ટેબલમાં ૨૪ પૉઇન્ટ સાથે મોટી છલાંગ લગાવી હતી અને પહેલા સ્થાને પહોંચી ગયું હતું. ન્યુ ઝીલૅન્ડની ટીમના પૉઇન્ટ્સની ટકાવારી ૬૬.૬૬ની રહી છે, જ્યારે ઑસ્ટ્રેલિયાની ટીમ ૧૦ મૅચમાં ૬ મૅચમાં જીત સાથે ૫૫ પૉઇન્ટની ટકાવારી રહી છે, જે બીજા સ્થાને સરકી ગઈ છે. તો બીજી તરફ ભારતની ટીમને મોટું નુકસાન થતાં ત્રીજા સ્થાને સરકી ગઈ છે. ભારતીય ટીમ ૬ મૅચમાં ૩ જીત સાથે ૩૮ પૉઇન્ટ ધરાવે છે. ટીમ ઇન્ડિયાના પૉઇન્ટ્સની ટકાવારી ૫૨.૭૭ છે. આ પહેલાં ભારતે બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને ૧૦૬ રને હરાવતાં ડબ્લ્યુટીસી પૉઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું હતું.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...