Homeરસોઈરેસ્ટોરન્ટ જેવા નૂડલ્સ ખાવાની...

રેસ્ટોરન્ટ જેવા નૂડલ્સ ખાવાની ઈચ્છા થાય, તો ઘરે મેગીમાંથી બનાવો આ રેસીપી

નૂડલ્સ એક એવો ફાસ્ટ ફૂડ વિકલ્પ છે, જેના માટે તમારે વધારે વિચારવાની જરૂર નથી. કારણ કે તમે કોઈપણ રેસ્ટોરન્ટ અથવા કાફેમાં જાઓ અને જો તમને શું ઓર્ડર કરવું તે સમજાતું ન હોય, તો નૂડલ્સનો ઓર્ડર આપી શકો છો. નૂડલ્સ આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે અને દેશ અને દુનિયામાં તેની ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે.

ભારતમાં નૂડલ્સની ઘણી વાનગી લોકપ્રિય છે.

ચિલી ગાર્લિક નૂડલ્સ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે અને હવે કેટલાક સમયમાં લોકો લેમન કોરિએન્ડર નૂડલ્સ પણ પસંદ કરવા લાગ્યા છે. લીંબુ અને કોથમીરના મિશ્રણથી તૈયાર આ નૂડલ્સનો ઘણો ક્રેઝ છે અને આ જ કારણ છે કે નાના ઢાબા હોય કે મોટા કાફે દરેક જગ્યાએ મેનુમાં આ રેસીપીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શું તમે જાણો છો કે તમે આ નૂડલ્સ ઘરે પણ બનાવી શકો છો? જો તમારી પાસે નૂડલ્સ ન હોય તો તેને મેગીના પેકેટમાંથી પણ બનાવી શકાય છે. આજે અમે તમને લેમન કોરિએન્ડર નૂડલ્સ બનાવવાની રીત જણાવીશું, ફરક માત્ર એટલો છે કે તમારે નૂડલ્સને બદલે તમે મેગીનો ઉપયોગ કરવાનો રહેશે.

1 ડુંગળી
1 ટમેટા
2 પેકેટ મેગી
મેગી મસાલા
1 ચમચી માખણ
1 ચમચી તેલ
1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
1 ચમચી કોથમરી
1/4 ચમચી બારીક સમારેલ લસણ
1/4 ચમચી ગરમ મસાલો
1 ચમચી સોયા સોસ
1 ટીસ્પૂન ચીલી સોસ
સ્વાદ મુજબ મીઠું
1 લીલું મરચું
1 ચમચી લીંબુનો રસ
આ માટે મેગીના બે પેકેટ કાઢી લો અને તેને 90 ટકા પકાવી લો. ધ્યાન રાખો કે મેગી સંપૂર્ણ રીતે રાંધેલી ન હોવી જોઈએ.
ત્યારબાદ તેને ઠંડા પાણીમાં 2-3 વાર સાફ કરીને પ્લેટમાં રાખો. ઉપર થોડું તેલ નાખીને મિક્સ કરી લો.
આ પછી, 1 ડુંગળીને બારીક સમારો અને તેને બાજુ પર રાખો. આ સાથે એક નાના ટામેટાને બારીક સમારી લો.
હવે એક કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ નાખીને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે આંચ બંધ કરી બાજુ પર રાખો.
હવે એક બાઉલમાં 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ચમચી કોથમરી, મેગી મસાલો, 1/4 ચમચી ઝીણું સમારેલું લસણ, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, સોયા સોસ, લીલું મરચું, અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
હવે તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટા અને લીંબુનો ઉમેરી સારી રીતે મિક્સ કરો.
આ બાઉલમાં ગરમ ​​તેલ રેડો. હવે તેમાં મેગી ઉમેરો અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો.
ત્યારબાદ તેની ઉપર મેગી મસાલો અને 1 ચમચી માખણ ઉમેરો.
તૈયાર છે તમારા લેમન કોરિએન્ડર નૂડલ્સ. ગરમ ગરમ સર્વ કરો.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...