Homeમનોરંજનભૂમિની દમદાર ઍક્ટિંગ

ભૂમિની દમદાર ઍક્ટિંગ

ભૂમિ પેડણેકરની ‘ભક્ષક’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. આ ફિલ્મને શાહરુખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને એને પુલકિત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ભૂમિની સાથે સંજય મિશ્રા અને આદિત્ય શ્રીવાસ્તવ પણ છે.

ફિલ્મ: ભક્ષક

કાસ્ટ : ભૂમિ પેડણેકર, સંજય મિશ્રા, આદિત્ય શ્રીવાસ્તવ

ડિરેક્ટર : પુલકિત

સ્ટોરી ટાઇમ

આ ફિલ્મની સ્ટોરી જર્નલિસ્ટ વૈશાલી સિંહની આસપાસ ફરતી હોય છે. તેની પાસે એક સ્ટોરી આવે છે. આ સ્ટોરી શેલ્ટર હોમમાં નાની છોકરીઓ સાથે જે કુકર્મ થાય છે એના વિશે છે. વૈશાલીને ખબર પડે છે કે મુન્નાવરપુરના એક શેલ્ટર હોમમાં છોકરીઓને સેક્સ્યુઅલી અબ્યુઝ કરવામાં આવે છે. આ શેલ્ટર હોમનો માલિક બંસી સાહૂ છે. તે પોતે પણ જર્નલિસ્ટ છે અને તેનું પૉલિટિકલ કનેક્શન પણ ખૂબ જોરદાર છે. વૈશાલી તેની સાથે કામ કરતા ભાસ્કર સિંહા એટલે કે સંજય મિશ્રા સાથે મળીને સત્યની શોધમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કરે છે. તેને માટે આ ખૂબ મુશ્કેલ કામ છે અને તેને કેવાં-કેવાં અને કેવી રીતે રહસ્ય જાણવા મળે છે એ જોવું રહ્યું.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન

જ્યોત્સ્ના નાથ અને પુલકિતે આ સ્ટોરી લખી છે. તેમણે ફિલ્મની સ્ટોરીની શરૂઆત ખૂબ અલગ રીતે કરી છે. તેમણે આ સ્ટોરીમાં સેક્સ્યુઅલ અબ્યુઝ સાથે એક મહિલાને લાઇફમાં કેવી મુશ્કેલીઓ પડે છે એ વિશે પણ દેખાડ્યું છે. વૈશાલી જર્નલિસ્ટ છે અને છતાં તેની પર્સનલ લાઇફ પર એની કેટલી અસર પડે છે એ સબ-પ્લૉટ પણ એટલો જ ઇન્ટરેસ્ટિંગ છે. જ્યોત્સ્ના અને પુલકિતે આ સ્ટોરી લખતી વખતે એને એકદમ રિયલિસ્ટિક રાખવાની કોશિશ કરી છે. તેમણે સેક્સ્યુઅલ અબ્યુઝને હાઇલાઇટ પણ નથી કર્યું અને જે મેસેજ કહેવા માગે છે એને એ જ રીતે કહ્યો છે. આ ફિલ્મને પુલકિતે ડિરેક્ટ કરી છે. ફિલ્મનો ટોન પણ એવો રાખવામાં આવ્યો છે કે જે નાની છોકરીઓ સાથે કુકર્મ થાય છે એને પ્રામાણિકતાથી દેખાડવાની સાથે એ કેટલું ઘિનૌનુ છે એ પણ દેખાડવામાં આવ્યું છે. મીડિયામાં ઘણી વાર આ પ્રકારના ન્યુઝને સેન્સેશન બનાવવામાં આવે છે તેમ જ ઘણી વાર ફિલ્મમેકર્સ પણ આવાં દૃશ્યને સેન્સેશનલ બનાવે છે, પરંતુ અહીં એવું કંઈ જોવા નહીં મળે તેમ જ ટીઆરપી માટે ટીવી પર જોરજોરથી બોલીને ન્યુઝ દેખાડવા કરતાં અહીં જર્નલિસ્ટને એક નૉર્મલ વ્યક્તિ તરીકે દેખાડવામાં આવ્યો એ પણ પુલકિતનો પ્લસ પૉઇન્ટ છે. પુલકિતે વૈશાલીની પર્સનલ લાઇફ પર કેવી રીતે અસર થાય છે એ પણ ખૂબ સારી રીતે દેખાડ્યું છે. જર્નલિસ્ટનો કામ કરવાનો કોઈ ચોક્કસ ટાઇમ નથી હોતો અને એનાથી પર્સનલ લાઇફ પર ઘણી અસર પડે છે અને એને પણ અહીં હાઇલાઇટ કરવામાં આવી છે તેમ જ પાવરમાં આવનાર વ્યક્તિ કેવી રીતે પોતાની મનમરજી ચલાવે છે એને પણ દેખાડવામાં આવ્યું છે. સેક્સ્યુઅલ અબ્યુઝની સાથે ફિઝિકલ અબ્યુઝ પણ દેખાડવામાં આવ્યું છે. એક દૃશ્યમાં એક છોકરી દેખાડે છે કે તેના પગ પર કઈ રીતે સિગારેટના ડામ મૂકવામાં આવ્યા હતા. તે નિશાન દેખાડે છે, પરંતુ એવું કરતાં દેખાડવું જરૂરી નહોતું લાગ્યું પુલકિતને અને એ પણ તેનો પ્લસ પૉઇન્ટ છે. જોકે કેટલાક માઇનસ પૉઇન્ટ પણ છે, જેવા કે બંસી સાહૂ ખૂબ પાવરફુલ હોય તો તે એટલો ઍક્સેસિબલ કેમ છે તેમ જ વૈશાલી જે ઇન્વેસ્ટિગેશન કરે છે તેને વધુ ઇન્ટરેસ્ટિંગ દેખાડવાની જરૂર હતી. સ્ટોરીને આગળ વધારવામાં ડિરેક્ટર ઉતાવળ કરી રહ્યો હોય એવું લાગે છે.

પર્ફોર્મન્સ

ભૂમિએ ઘણી સારી-સારી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ‘થૅન્ક યુ ફૉર કમિંગ’ને એટલી પસંદ કરવામાં નહોતી આવી, પરંતુ આ ફિલ્મમાં તેની ઍક્ટિંગ કમાલની છે. સત્યની શોધમાં તે જે વલખાં મારે છે અને એને કારણે તેને જે ધમકીઓ મળે છે, તેનો પીછો કરવામાં આવે છે અને તે જે રીતે ડરી જાય છે એ દરેક વાતને ભૂમિએ ખૂબ સાહજિકતાથી દેખાડી છે. આદિત્ય શ્રીવાસ્તવ બંસી સાહૂના રોલમાં છે. તે એટલો ગંદો માણસ છે કે તે કોઈને જુએ તો પણ તેની નજર ગંદી હોય એ દેખાઈ આવે છે. તેનો ઍટિટ્યુડ, બોલવાની સ્ટાઇલ અને તેનામાં જે અહમ્ છે એ ઘણો ખરાબ છે. તે એક એવી વ્યક્તિ છે જેને જોઈને નફરત થાય અને એ નફરત પેદા કરવાનું કામ આદિત્યએ ખૂબ સારી રીતે ભજવ્યું છે. તેણે તેના કામને એટલું સારી રીતે કર્યું છે કે તેને જોવાનું જરાય નથી ગમતું. સંજય મિશ્રાએ પણ તેમને સોંપેલું કામ સારી રીતે કર્યું છે. જોકે સંજય મિશ્રા પાસે પોતાની ઍક્ટિંગની કમાલ દેખાડતાં પાત્રો ખૂબ ઓછાં મળી રહ્યાં છે.

આખરી સલામ

આ એક એવી ફિલ્મ છે જેમાં ઘણી વાતોને પ્રામાણિકતાપૂર્વક દેખાડવામાં આવી છે અને એ એટલી જ રિયલ અને ઑથેન્ટિક પણ લાગે છે. સ્ટોરી અને પર્ફોર્મન્સને કારણે આ ફિલ્મ જોવાલાયક બની છે.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...