Homeક્રિકેટમેન્ટર મિતાલી રાજ પાસેથી...

મેન્ટર મિતાલી રાજ પાસેથી ક્રિકેટના ઘણા પાઠ શીખવા મળશે : તરન્નુમ

વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ ટીમ માટે રમશે
તરન્નુમે જણાવ્યું હતું કે મિતાલી રાજ પાસેથી મને ક્રિકેટના ઘણા પાઠ શીખવા મળશે
નૂશીન અલ ખદીર સાથે બોલિંગને વધારે ધારદાર બનાવવા માટે આતુર છું
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં વડોદરાની ઓફ બ્રેક બોલર તરન્નુમ પઠાણ અદાણી સ્પોર્ટ્સ લાઇનની માલિકી હેઠળની ગુજરાત જાયન્ટ્સ ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

30 વર્ષીય તરન્નુમે જણાવ્યું હતું કે ટીમની મેન્ટર તથા સલાહકાર મિતાલી રાજ પાસેથી મને ક્રિકેટના ઘણા પાઠ શીખવા મળશે. આ ઉપરાંત નૂશીન અલ ખદીર સાથે બોલિંગને વધારે ધારદાર બનાવવા માટે આતુર છું. ખદીર પણ મારી જેમ ઓફ સ્પિનર હતી પરંતુ અમને સાથે રમવાની ક્યારેય તક મળી નથી. તરન્નુમે પોતાની કારકિર્દીને ઘડવામાં મોટું યોગદાન આપનાર પિતા અને કાકાનો આભાર માનીને જણાવ્યું હતું કે પરિવારનું મને હંમેશાં સમર્થન મળ્યું છે અને મને સતત સાથ આપ્યો છે. હરાજી વખત એક વખત મેં આશા ગુમાવી દીધી હતી અને મને તક મળશે નહીં તેવું લાગતું હતું. ત્યારબાદ મારા ભાઈએ મારી પસંદગી થઈ છે તેવા સમાચાર આપ્યા હતા. નોંધનીય છે કે તરન્નુમ અને તેના પરિવારે હરાજીની પ્રક્રિયાને સતત નિહાળી હતી અને માતા મુમતાઝ બાનુએ જણાવ્યું હતું કે પસંદગી નહીં થાય તેવી અમને લાગણી થઈ રહી હતી. તે પછી તરન્નુમે ફોન કરીને ગુજરાત જાયન્ટ્સ ટીમમાં પોતાની પસંદગી થઈ છે તેવી અમને જાણ કરી હતી. આ સમયે તેના પિતા હોત તો ઘણા ખુશ થયા હોત.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...