Homeક્રિકેટપહેલી વન-ડે : સ્મિથ,...

પહેલી વન-ડે : સ્મિથ, ગ્રીન, ઇંગ્લિસના ફિફ્ટીઃ વિન્ડીઝને હરાવ્યું ઑસ્ટ્રેલિયાએ

ઑસ્ટ્રેલિયા
અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૩ મૅચની વન-ડે સિરીઝની શરૂઆત થઈ છે. મેલબર્નમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયાએ પહેલી બોલિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૪૮.૪ ઓવરમાં ૨૩૧ રન બનાવી ઑલઆઉટ થઈ હતી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોસ્ટન ચેઝ અને કીસી કાર્ટીએ સૌથી વધારે રન ફટકાર્યા હતા. રોસ્ટન ચેઝે ૬૭ બૉલમાં ૫૯ રન ફટકાર્યા હતા.

કીસી કાર્ટીએ ૧૦૮ બૉલમાં ૮૮ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા તરફથી ઝેવિયર બાર્ટલેટે ડેબ્યુ મૅચમાં ૪ વિકેટ લીધી હતી. કૅમરન ગ્રીન અને શૉન એબોટે બે અને ઍડમ ઝૅમ્પાએ ૧ વિકેટ મેળવી હતી.

ત્રણ કાંગારૂ બૅટ્સમેનના ફિફ્ટી

૨૩૨ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી કાંગારૂ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ૪ રનના સ્કોર પર ટ્રેવિસ હેડની વિકેટ પડી હતી. જૉસ ઇંગ્લિશે ૧ સિક્સર અને ૧૦ ચોગ્ગાની મદદથી ૬૫ રન કર્યા હતા. ઇંગ્લિસના આઉટ થયા બાદ કૅપ્ટન સ્ટીવ અને કેમરન ગ્રીન વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૪૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. સ્ટીવ સ્મિથે ૭૯ બૉલમાં ૮ ચોગ્ગાની મદદથી ૭૯ રન કર્યા, જ્યારે ગ્રીન ૭૭ રનના સ્કોર પર અણનમ રહ્યો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ગુડાકેશ મોતી અને મેથ્યુ ફોર્ડને ૧-૧ વિકેટ મેળવવામાં સફળતા મળી હતી. ઑસ્ટ્રેલિયાની ટીમે ૩૮.૩ ઓવરમાં બે વિકેટના નુકસાન સાથે ૨૩૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

ડેબ્યુ મૅચમાં જેવિયર બાર્ટલેટે મચાવી ધમાલ

ઑસ્ટ્રેલિયા માટે પહેલી મૅચ રમી રહેલા ઝેવિયર બાર્ટલેટે પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝટપી હતી. તેને વેસ્ટ ઇન્ડીઝ સામે ૯ ઓવરમાં ૧૭ રન આપી ૪ વિકેટ મેળવવામાં સફળતા મળી હતી. ડેબ્યુ મૅચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરનાર તે બીજો ઑસ્ટ્રેલિયન બોલર બન્યો છે. આ પહેલાં વર્ષ ૧૯૮૮માં ઍન્થોની ડોડેમાઇડે શ્રીલંકા સામે ૨૧ રન આપીને પાંચ વિકેટ મેળવી હતી.

જૉસ ઇંગ્લિસ હતો કોવિડ પૉઝિટિવ

રિપોર્ટ અનુસાર, ઑસ્ટ્રેલિયાના વિસ્ફોટક વિકેટકીપર-બૅટ્સમેન જૉસ ઇંગ્લિસને મૅચ પહેલાં કોવિડ પૉઝિટિવ હોવાની જાણ થઈ. કોવિડનું સંક્રમણ હોવા છતા તે વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી વન-ડે રમવા મેદાન પર ઊતર્યો. જૉસ ઇંગ્લિસની દેશ માટે રમવાની આ ભાવનાને ક્રિકેટ ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પહેલાં તેની ટીમના સાથી કેમરન ગ્રીન વેસ્ટ ઇન્ડીઝ સામેની બ્રિસબેન ટેસ્ટમાં કોવિડ પૉઝિટિવ મળી આવ્યો હતો છતાં ગ્રીન ટીમમાં રહ્યો અને વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ રમ્યો.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...