Homeમનોરંજનદીકરીઓ પ્રેમ કરવા માટે...

દીકરીઓ પ્રેમ કરવા માટે હોય છે, દહેજનું માધ્યમ નથી : મીરા દેવસ્થલે

સોની પર ‘કુછ રીત જગત કી ઐસી હૈ’ સિરિયલ ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. સોમવારથી શુક્રવારે રાતે સાડાઆઠ વાગ્યે આ શો ટેલિકાસ્ટ થશે. એમાં લીડ રોલમાં મીરા દેવસ્થલે જોવા મળશે. આ શો દહેજની કુપ્રથા પર પ્રકાશ પાડશે. આ સિરિયલમાં તે નંદિનીના રોલમાં જોવા મળશે. ગુજરાતમાં નંદિની તેનાં મામા-મામી સાથે રહે છે. તે મોટાઓને માન-સન્માન આપે છે. જોકે અન્યાય સામે અવાજ ઉઠાવવામાં તે પાછળ નથી હટતી.

પોતાના આ રોલ વિશે મીરાએ કહ્યું કે ‘મને એવું લાગે છે કે આ સ્ટોરી કહેવી જરૂરી છે. આપણા સમાજની જે કુપ્રથા છે એને લઈને લોકોને સવાલ કરવા જોઈએ. આવો સ્ટ્રૉન્ગ ઉદ્દેશ ધરાવતો રોલ કરવા માટે હું ખૂબ ઉત્સુક છું. મારું એવું માનવું છે કે દીકરીઓ પ્રેમ કરવા માટે હોય છે, દહેજ માટે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. નંદિનીને જાણ નથી કે તેનાં લગ્ન વખતે દહેજ આપવામાં આવ્યું હતું. શોમાં તેની સાહસભરી સ્ટોરી દેખાડવામાં આવશે. તેનું લગ્નજીવન ખુશખુશાલ પસાર થઈ રહ્યું હોય છે, પરંતુ તે પોતાનાં સાસરિયાંઓની સામે ઊભી રહેવાનું નક્કી કરે છે અને કહે છે, મુઝે મેરા દહેજ વાપસ ચાહિયે.’

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક 🦮કૂતરો છું.🧑🏻‍⚕️ડૉક્ટર : આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?🙍🏻મોહન : જ્યારથી હું 🐕‍🦺ગલુડિયું હતો ત્યારથી…!!!🤪😜😝🤣😂😅 ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિ દેવને કહ્યું કે.. તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.....