Homeક્રિકેટગાબામાં ઓસ્ટ્રેલિયાની ટીમની ધૂળ...

ગાબામાં ઓસ્ટ્રેલિયાની ટીમની ધૂળ ચટાડનાર શમર જોસેફ છે કોણ, જાણો

વેસ્ટઇન્ડિઝની ટીમે ઓસ્ટ્રેલિયાને રવિવારે બ્રિસ્બેનના ધ ગાબા સ્ટેડિયમમાં બીજી ટેસ્ટમાં 8 રને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. આ મેચમાં કેરેબિયન ટીમના ફાસ્ટ બોલર શમર જોસેફની બોલિંગ સામે બીજી ઈનિંગમાં કાંગારૂ ટીમના બેટરો પાણીમાં બેસી ગયા હતા. શમર જોસેફને બીજી ટેસ્ટમાં મેન ઓફ ધ મેચનો અને ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

24 વર્ષના ફાસ્ટ બોલર શમાર જોસેફે બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો, જે બાદ તેણે ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ માત્ર 2 વિકેટના નુકસાને 100 રનનો સ્કોર પાર કરી લીધો હતો ત્યારે તે બીજા દાવમાં બોલિંગ કરવા આવ્યો હતો. જે બાદ શાનદાર બોલિંગથી ઓસ્ટ્રેલિયાની ટીમ 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

શમર ફળો અને પ્લાસ્ટિકને ઓગાળીને તેમાંથી બોલ બનાવીને પ્રેક્ટિસ કરતો

શમર જોસેફ ગાબા સુધીની સફર આસાન રહી નથી. કેરેબિયન દેશ ગુયાનાના એક નાનકડા શહેર બારાકરામાં શમર જોસેફનો જન્મ થયો હતો. જોસેફે બાળપણથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. જોકે, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે પ્રેક્ટિસ માટે ક્રિકેટ નહોતી રમી શકતો. શમર ફળો (જામફળ, સફરજન, કેળા વગેરે) અને પ્લાસ્ટિકને ઓગાળીને તેમાંથી બોલ બનાવીને પ્રેક્ટિસ કરતો હતો. પરંપરાગત ખ્રિસ્તી પરિવારમાંથી આવતા, શમરને શનિવાર અને રવિવારે ક્રિકેટ રમવાની મંજૂરી ન હતી. શનિવાર અને રવિવારે આખો પરિવાર ચર્ચમાં પ્રાર્થનામાં વ્યસ્ત હતો.

શમરે સિક્યુરિટી ગાર્ડની નોકરી પણ કરી હતી

શરૂઆતના દિવસોમાં, શમર જોસેફ જંગલમાંથી લાકડા કાપતો હતો કારણ કે તેનો પરિવાર ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. બાદમાં શમરે સિક્યુરિટી ગાર્ડ તરીકે પણ કામ કર્યું હતું. ગયા વર્ષે જ શમરે જાન્યુઆરીમાં તેની ગર્લફ્રેન્ડ સાથે આ નોકરી છોડી દીધી હતી કારણ કે તે સંપૂર્ણ રીતે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો.

સિક્યોરિટી ગાર્ડની નોકરી છોડ્યા બાદ શમરને ગુયાનાની ટીમમાં જગ્યા મળી. શમરે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ગુયાના તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પછી સપ્ટેમ્બર 2023માં, તેને ગુયાના એમેઝોન વોરિયર્સ માટે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) રમવાની તક મળી. શમરે પ્રથમ પાંચ ફર્સ્ટ ક્લાસ મેચમાં 21 વિકેટ લઈને પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા.

જોસેફે ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી

આ શાનદાર પ્રદર્શનના આધારે શમર જોસેફને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. શમારે એડિલેડ ઓવલ ખાતે તેની ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. શમારે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં કુલ 13 વિકેટ લીધી હતી. આ સિવાય શમરે પણ 57 રન બનાવ્યા હતા. શમર જોસેફને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...