Homeક્રિકેટમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં T-20 ડે-નાઈટ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ

  • ઓલ ગુજરાત ઈન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
  • ગુજરાતની આઠ મહાનગર પાલિકાઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો
  • 31 જાન્યુઆરીએ સરદાર પટેલ સ્ટેડિયમાં ફાઈનલ મેચ યોજાવાની છે

આજે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજિત ઓલ ગુજરાત ઈન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ટી – 20 ડે નાઈટ ટુર્નામેન્ટ ક્રિકેટનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટુર્નામેન્ટ 27 થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન સરદાર પટેલ સ્ટેડિયમ અને ગુજરાત કોલેજ, બી ગ્રાઉન્ડ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ટી-2- ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે.

દર વર્ષે અલગ-અલગ મહાનગર પાલિકાઓ દ્વારા આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અમદાવાદ મનપા દ્વારા આ યોજવામાં આવી રહી છે.

ટુર્નામેન્ટમાં મેયર્સ તથા મનપા કમિશનરની કુલ 16 ટીમો ભાગ લીધો

ટુર્નામેન્ટમાં મેયર્સ તથા મનપા કમિશનરની કુલ 16 ટીમો ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટ દરમિયાન મેયર્સ તથા મનપા કમિશનરની 7-7 એમ કુલ 14 મેચ રમાનારી છે. આ ટુર્નામેન્ટમાં અમદાવાદ સહિત આઠ મહાનગર પાલિકાઓ જેવી કે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર, જામનગરના મેયર્સ તથા કમિશનરની ટીમો ભાગ લીધો છે. જેના ઉદ્ઘાટન પ્રંસગે અન્ય મહાનગર પાલિકાઓના મહાનુભાવો તથા ક્રિકેટ ટીમો હાજરી આપી હતી.

ચેમ્પીયન ટ્રોફી, રનર્સઅપ ટ્રોફી તેમજ મેન ઓફ ધ સિરીઝ

આ ટુર્નામેન્ટમાં રમનારા મેયર્સ તથા મનપા કમિશનર ટીમોની ફાઈનલ મેચમાં ચેમ્પીયન, રનર્સ અપ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલર તેમજ દરેક મેચ પૂર્ણ થયાં બાદ મેન ઓફ ધ મેચ,જેવી ટ્રોફી તેમજ તમામ ટીમોના ખેલાડીઓને પ્રમાણપત્ર, મેડલ તેમજ ગીફટ હેમ્પર આપવામાં આવશે. સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતે તા. 31 જાન્યુઆરી 2024ના રોજ મેયર્સ તથા મનપા કમિશનરની ટીમોની ફાઈનલ મેચ પૂર્ણ થયા બાદ ચેમ્પીયન ટ્રોફી, રનર્સઅપ ટ્રોફી તેમજ મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલરની ટ્રોફી આપવા સાથે સમાપન સમારંભ યોજવામાં આવશે.

આઠ મનપાની મેયર ટીમો વચ્ચે ક્યારે-ક્યારે થશે મુકાબલો

આ ટૂર્નામેન્ટમાં મેયર ટીમોના શિડ્યૂલ પર નજર કરીએ તો 27 જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે તથા 28 જાન્યુઆરીએ ભાવનગર અને રાજકોટ વચ્ચે સાંજે 5 વાગ્યે મેચ રમાશે. આ બન્ને મેચોની વિજેતા ટીમ વચ્ચે 30 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે સેમીફાઇનલ રમાશે.

31 જાન્યુઆરીએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ફાઇનલ

તેવી જ રીતે 29 જાન્યુઆરીએ બપોરે સાડા ત્રણ વાગ્યે જૂનાગઢ અને સુરત વચ્ચે તથા 29 જાન્યુઆરીએ જામનગર અને વડોદરા વચ્ચે સાંજે 7 વાગ્યે મેચ રમાશે. આ બન્ને ટીમોની વિજેતા ટીમ વચ્ચે 30 જાન્યુઆરીએ બપોરે 3.30 વાગ્યે સેમીફાઇનલ રમાશે. મેયર શ્રેણીમાં બન્ને સેમીફાઇનલ મેચની વિજેતા ટીમો વચ્ચે 31 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે ફાઇનલ મેચ રમાશે.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...