Homeમનોરંજનમારા વર્કર્સનું ઘર ચલાવવા...

મારા વર્કર્સનું ઘર ચલાવવા માટે મેં ‘સર્કસ’ બનાવી હતી : રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીની ‘સર્કસ’ ૨૦૨૨માં રિલીઝ થઈ હતી. એમાં રણવીર સિંહ, પૂજા હેગડે, જૅકલિન ફર્નાન્ડિસ, વરુણ શર્મા, મુરલી શર્મા, સંજય મિશ્રા, જૉની લીવર, અશ્વિની કળસેકર, મુકેશ તિવારી, વ્રજેશ હીરજી અને બ્રિજેન્દ્ર કાલા જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પછડાઈ હતી. આ ફિલ્મ બનાવવા વિશે રોહિતે કહ્યું કે ‘આ ફિલ્મ મહામારી દરમ્યાન બનાવવામાં આવી હતી.

આજે જો એ વિષય પર ફિલ્મ બનાવવાનું કહેવામાં આવે તો હું એને હાથ નહીં લગાવું. એ દરમ્યાન ‘સૂર્યવંશી’ રિલીઝ નહોતી થઈ અને ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’નું શૂટિંગ શરૂ કરવાના હતા. મહામારી ચાલી રહી હોવાથી અમારી પાસે આઠ મહિનાનો સમય હતો. એથી અમે શું કરીએ એવું વિચારતા હતા.

વર્કર્સ ઘરે બેઠા હતા અને અમારી પાસે આની સ્ક્રિપ્ટ ઘણા સમયથી આવી હતી. મને લાગ્યું કે આવી સરળ અને નાની ફિલ્મ છે તો બનાવીએ. વર્કર્સ પણ બિઝી રહેશે અને આપણે પણ બિઝી રહીશું. આ સ્ટુડિયોની ફિલ્મ હતી, કે જેમાં ન તો કાર ઊડી, ન તો એમાં કોઈ ઍક્શન હતી, ન તો હીરોની ધમાકેદાર એન્ટ્રી હતી.

લૉકડાઉનના નિયમોમાં થોડી રાહત આપ્યા બાદ ‘સર્કસ’ પહેલી એવી ફિલ્મ હતી જેનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું. અમારો ખર્ચ પણ ખૂબ થયો કેમ કે દર અઠવાડિયે બ્લડ ટેસ્ટ, દર અઠવાડિયે કોવિડ ટેસ્ટ કરવામાં આવતી હતી. ‘સર્કસ’ અઘરી ફિલ્મ હતી. અમે બધા ‘સૂર્યવંશી’ની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. એથી મેં વિચાર્યું કે ‘સર્કસ’ બનાવીએ જેથી અમારા વર્કર્સનું ઘર ચાલે અને મારી ટીમ પણ બિઝી રહે.’

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...