Homeરસોઈશિયાળાની ઠંડી ઉડાડવા આ...

શિયાળાની ઠંડી ઉડાડવા આ રીતે બનાવો ગરમા-ગરમ પાલકના ભજીયા, નાનાથી લઈને મોટા સૌ કરશે વખાણ

ભાઈ ભજીયાનું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. તેમાય શિયાળો હોય અને પાલકના ભજીયાની વાત આવે તો પુછવું જ શું. શિયાળામાં તાજી મેથી, પાલક, લીલું લસણ અને લીલી ડુંગળી મોટા પ્રમાણ મળે છે, શાકમાર્કેટમાં આ વસ્તુઓ જોઈને જ ભજીયા ખાવાનું મન થઈ જાય છે. ત્યારે આજે અમે તમારા માટે પાલકના ભજીયાની એકદમ શાનદાર રેસિપી લઈને આવ્યા છીએ.

જેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તો ફટાફટ જાણી લો પાલકના ભજીયા બનાવવાની એકદમ સરળ રીત…

સામગ્રી

70 ગ્રામ પાલકના પાન
1 મોટી ચમચી તેલ
1 ચમચી કાળા મરીના દાણા
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચમચી ખાંડ
1 ચમચી સફેદ તલ
1/4 ચમચી હિંગ
1/2 ચમચી અજમો
1/4 ચમચી બેકિંગ સોડા
4-5 સમારેલા લીલા મરચા
1 ચમચી આદુની પેસ્ટ
1/4 ચમચી લસણની પેસ્ટ
કોથમીર
1 કપ ચણાનો લોટ
1/2 કપ પાણી
બનાવવાની રીત
પાલકના પાનની નીચેનો ભાગ કટ કરીને કાઢી લો. પાલકના પાનને ચપ્પાની મદદથી કાપી લો. એક બાઉલમાં અડધો કપ પાણી અને 1 ચમચી તેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

પછી તેમાં ખાવાનો સોડા, મીઠું, ખાંડ, હિંગ, મરીના દાણા, લીલા મરચા, સફેદ તલ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, સમારેલા પાલકના પાન અને કોથમીર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો.

હવે તેમાં થોડો થોડો ચણાનો લોટ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો, જેથી બેટર સ્મૂધ બને અને ગાંઠ ન રહે. હવે એક કઢાઈમાં તેલ ઉમેરીને ધીમા તાપે તેલ ગરમ કરો.

તેલ ગરમ થાય એટલે હાથની મદદથી અથવા ચમચીની મદદથી તેમાં નાના-નાના બોલ બનાવીને તેલમાં તળવા માટે નાંખો. પાલકના ગોટાને મધ્યમ તાપ પર તળો. 4થી 5 મિનિટમાં ગોટા સારી રીતે તળાઈ જશે. ગોટાને એક વાસણમાં કાઢી લો. તો તમારા પાલકના ગરમા ગરમ ભજીયા તૈયાર છે. તેને ચટણી અથવા ચા સાથે સર્વ કરો.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...