Homeક્રિકેટરાહુલનો રોલ ટેસ્ટા સિરીઝમાં...

રાહુલનો રોલ ટેસ્ટા સિરીઝમાં શું?

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી મૅચ ૨૫ જાન્યુઆરીથી હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં શરૂ થશે. ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે મંગળવારે પ્રેસ-કૉન્ફરન્સમાં કે. એલ. રાહુલના રોલને લઈને અપડેટ આપી છે.

રાહુલ દ્રવિડે સ્પષ્ટ કર્યું છે કે આગામી ટેસ્ટ સિરીઝમાં કે. એલ. રાહુલ વિકેટકીપિંગ નહીં કરે. વિકેટકીપર માટે બે ખેલાડીઓને તક આપવામાં આવશે, જેથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટેસ્ટ સિરીઝમાં રાહુલનો રોલ બૅટ્સમૅન તરીકેનો હશે.

કોચ રાહુલ દ્રવિડે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે ‘રાહુલ સિરીઝમાં વિકેટકીપર તરીકે જોવા નહીં મળે. અમે ટીમની પસંદગી સમયે આ વાતને લઈને સ્પષ્ટ હતા. અમે બે અન્ય ખેલાડીઓની પસંદગી કરી છે, જે વિકેટકીપરની જવાબદારી સંભાળશે. રાહુલે સાઉથ આફ્રિકામાં અમારે માટે સારું કામ કર્યું હતું અને સિરીઝ ડ્રૉ કરાવવામાં ઘણી મદદ કરી હતી. જોકે ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની સિરીઝ રમાશે અને આ પરિસ્થિતિ જોતાં અન્ય બે વિકેટકીપર વચ્ચે પસંદગી થશે.

રાહુલે ૯૨ ફર્સ્ટ ક્લાસ મૅચમાં માત્ર ૩ વાર વિકેટકીપિંગ કર્યું છે એને ધ્યાનમાં રાખતાં ઇંગ્લૅન્ડ સામે વિકેટકીપર તરીકે તેની પસંદગી કરવી એ આદર્શ નિર્ણય ન કહેવાય. એ જોતાં ભરતને તક મળવાની પ્રબળ શક્યતા છે. તેણે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપર તરીકેની જવાબદારી નિભાવી હતી.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...