Homeમનોરંજન'સિંઘમ અગેઇન' બાદ દીપિકાની...

‘સિંઘમ અગેઇન’ બાદ દીપિકાની સોલો ફિલ્મ બનાવશે રોહિત

રોહિત શેટ્ટીની ‘સિંઘમ’ ફ્રૅન્ચાઇઝીની ફિલ્મોની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેનું કોપ યુનિવર્સ લોકોને ખૂબ ગમે છે. ફિલ્મોમાં દેખાડવામાં આવતી દિલધડક ઍક્શન અને કાર-ચેઝિંગની સીક્વન્સ ફિલ્મમાં પ્રાણ પૂરી દે છે. ‘સિંઘમ અગેઇન’ની વાત કરીએ તો આ ફિલ્મમાં અજય દેવગન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને ટાઇગર શ્રોફ પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ઇન્ડિપેન્ડન્સ ડે દરમ્યાન રિલીઝ થવાની છે.

આ ફિલ્મમાં અજય દેવગનના રોલને અપગ્રેડ કરવામાં આવ્યો છે. એ વિશે રોહિત શેટ્ટીએ કહ્યું કે ‘તેને અપગ્રેડ કરવામાં આવ્યો છે. તે પોલીસ ઑફિસરના રોલમાં જ દેખાશે, પરંતુ મોટા પાયે. તે આ વખતે અલગ મિશન પર હશે. સાથે જ એમાં દીપિકા અને રણવીર પણ દેખાશે. એ બધાં અલગ-અલગ ઠેકાણેથી આવે છે. એક જ પોલીસ સ્ટેશનની આ સ્ટોરી નહીં હોય. ફિલ્મ ટ્રાવેલ કરશે. મુંબઈથી સાઉથના રામેશ્વરમ અને એની પણ આગળ જશે.’

આ ફિલ્મમાં શક્તિ શેટ્ટીના રોલમાં દીપિકા દેખાશે. તેના આ રોલને લઈને અલગ ફિલ્મ બનાવવાનું રોહિતનું પ્લાનિંગ છે. એ વિશે રોહિતે કહ્યું કે ‘આ ફિલ્મમાં તે હીરો છે. અમે તેની સ્ટોરી સાથે આગળ વધીશું. અમે એક એવી ફિલ્મ પણ બનાવીશું જેમાં માત્ર દીપિકા જ હશે. ફક્ત તેની સ્ટોરી જ કહેવામાં આવશે. ‘સૂર્યવંશી’, ‘સિંઘમ’ અને ‘સિમ્બા’ જેવી ફિલ્મો બનાવી અને લોકો એના ​વિશે સારી રીતે જાણે છે. જોકે ‘સિંઘમ અગેઇન’માં અમે નવાં કૅરૅક્ટર્સ દેખાડવાનાં છીએ અને બાદમાં દરેકની સ્ટોરીઝ અમે કહીશું.’

આ તમામ ઍક્ટર્સ સાથે રોહિતે કામ કર્યું છે, પરંતુ આ ફિલ્મમાં ટાઇગર નવો છે. ફિલ્મમાં તે એસીપી સત્યાના રોલમાં દેખાવાનો છે. ટાઇગર વિશે રોહિતે કહ્યું કે ‘મને એવું લાગે છે કે એ બધામાં ટાઇગર નવો છે જે આ ફિલ્મમાં દેખાવાનો છે. બાકી તો મેં બધા સાથે કામ કર્યું છે. અજય સાથે તો ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. કરીના કપૂર ખાન સાથે પણ અનેક ફિલ્મો બનાવી છે.

દીપિકા સાથે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ બનાવી, અક્ષયકુમાર સાથે ‘સૂર્યવંશી’ બનાવી. એથી ક્યાંક ને ક્યાંક તેમને ડિરેક્ટર પર ભરોસો હોય છે કે તેમનો દુરુપયોગ નહીં થાય અને આ માત્ર બિઝનેસ પૂરતું જ સીમિત નથી.’

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક 🦮કૂતરો છું.🧑🏻‍⚕️ડૉક્ટર : આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?🙍🏻મોહન : જ્યારથી હું 🐕‍🦺ગલુડિયું હતો ત્યારથી…!!!🤪😜😝🤣😂😅 ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિ દેવને કહ્યું કે.. તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.....