Homeક્રિકેટપાક.ના ચાર ક્રિકેટરને IL...

પાક.ના ચાર ક્રિકેટરને IL T20 અને બાંગ્લાદેશ લીગમાં રમવા લીલીઝંડી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક વિચિત્ર નિર્ણય લેતા ઈજામાંથી સ્વસ્થ થયેલા કરારબદ્ધ અને કરાર વિહોણા ચાર ખેલાડીઓને વિદેશમાં ટી20 લીગ રમવા લીલીઝંડી આપી છે. પાક. બોર્ડ દ્વારા નસીમ શાહ, ઈશાનુલ્લાહ, મોહમ્મદ હસનૈન અને શાદાબ ખાનને એનઓસી આપતા રહસ્ય ઘેરાયું છે. ઝડપી બોલર નસીમ, ઈશાનુલ્લાહ અને હસનૈન ઉપરાંત ઓલરાઉન્ડર શાદાબ તાજેતરમાં જ ઈજામાંથી રિકવર થયા છે અને તેમણે બાંગ્લાદેશ પ્રીમિરય લીગમાં રમવા માટે એનઓસઈની માંગ કરી હતી.

પાકિસ્તાનની ટીમના ડાયરેક્ટર મોહમ્મદ હાફિઝે પીસીબીને વિનંતી કરી છે તે જે ખેલાડીઓ ઈજામાંથી રિકવર થઈને પરત ફરી રહ્યા છે તેમણે તાજેતરમાં કરાચીમાં રમાઈ રહેલી પ્રેસિડેન્ટ ટ્રોફીમાં ઓછામાં ઓછી એક ફર્સ્ટ ક્લાસ મેચ રમવી જોઈએ. ઉપરોક્ત ચારેય પાક. ક્રિકેટરને કરાચી પહોંચીને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા જણાવવામાં આવ્યું છે.

પીસીબીએ પાક. ખેલાડીઓને એનઓસી આપવામાં આવી હોવાની જાહેરાત કરી હતી પરંતુ તેમણે ક્યા ચાર ક્રિકેટરના નામનો ઉલ્લેખ કર્યો નહતો.

નસીમને એશિયા કપ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી અને તેણે લંડનમાં સર્જરી કરાવી હતી. સર્જરીને પગલે તે વન-ડે વર્લ્ડ કપમાં રમ્યો નહતો. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ટેસ્ટની શ્રેણી ઉપરાંત ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન ટી20 સીરિઝ પણ તેણે ગુમાવી હતી. હસનૈન અને ઈશાનુલ્લાહ છેલ્લે જાન્યુઆરી અને એપ્રિલ 2023માં પાકિસ્તાન તરફથી રમ્યા હતા. ઈશાનુલ્લાહને કોણીની ઈજા થઈ હતી.

ગત વર્ષે રાષ્ટ્રીય ટી20 ચેમ્પિયનશિપમાં શાદાબ ખાનને પગની ઘૂંટીમાં ઈજા પહોંચતા તે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાંથી બહાર રહ્યો હતો.

પીસીબીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે તેમણે સિનિયર ખેલાડીઓ શાહીન શાહ આફ્રિદી, બાબર આઝમ, ફખર ઝમાન અને હારિસ રઉફને ઈન્ટરનેશલ લીગ ટી20 અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રમવા એનઓસી આપ્યું છે.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક 🦮કૂતરો છું.🧑🏻‍⚕️ડૉક્ટર : આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?🙍🏻મોહન : જ્યારથી હું 🐕‍🦺ગલુડિયું હતો ત્યારથી…!!!🤪😜😝🤣😂😅 ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિ દેવને કહ્યું કે.. તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.....