Homeમનોરંજનએક જ દિવસમાં 5...

એક જ દિવસમાં 5 ફિલ્મનું શુટિંગ કરતો, આજે કામના પણ ફાંફાં

સફળતાનો નશો ગોવિન્દાના માથે એવો ચડ્યો કે આજે તે ફિલ્મ માટે તરસી રહ્યો છે

બોલિવૂડમાં સ્ટારડમ હાંસલ કરવું અને તે સ્ટારડમ જાળવી રાખવું એ દરેક વ્યક્તિનું કામ નથી. કોણ જાણે આ ઝાકઝમાળ ભરી ઇન્ડસ્ટ્રીમાં કેટલા એક્ટર્સ આવ્યા અને ગયા જેમને તેમના કરિયરની શરૂઆતમાં સફળતા મળી, પરંતુ તેઓ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી તેમની સફળતા જાળવી શક્યા નહીં.

ક્યારેક સમયની કદર ન કરવાના કારણે તો ક્યારેક સફળતાના નશામાં હોવાના કારણે આ કલાકારોએ સફળતા ગુમાવી દીધી અને આજે તેઓ કામ માગવા માટે મજબૂર બની ગયા છે.

80-90ના દશકમાં ઇન્ડસ્ટ્રીમાં એક્ટરના નામનો સિક્કો ચાલતો હતો. તે એક જ સમયે ઢગલાબંધ ફિલ્મો સાઇન કરી લેતો હતો અને ફિલ્મ મેકર્સ તેની દરેક શરત માનવા માટે તૈયાર રહેતા હતાં. તેવામાં સફળતાનો નશો એક્ટરના માથે એવો ચડ્યો કે તે સમયને પોતાની જાગીર સમજવા લાગ્યો અને પછી સમય એવો બદલાયો કે આજે તેની પાસે એક પણ ફિલ્મ નથી.સ્ટાર ગોવિંદાનો બોલિવૂડમાં જબરદસ્ત દબદબો હતો. તે એ સમયે બોલિવૂડના દરેક ફિલ્મમેકરની પહેલી પસંદ બની ગયો હતો. દરેક ડાયરેક્ટર ગોવિંદાને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા માગતા હતાં.

બેક-ટૂ-બેક હિટ ફિલ્મો આપીને ગોવિંદાનું સ્ટારડમ સતત વધતું જઇ રહ્યું હતું. ઇન્ડસ્ટ્રીમાં તેની ડિમાન્ડ એટલી વધી ગઇ હતી કે તેણે એક જ સમયે સૌથી વધુ ફિલ્મો કરવાનો રેકોર્ડ પણ બનાવી દીધો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદાએ પહેલી જ ફિલ્મ બાદ સતત 40 ફિલ્મોમાં કામ કર્યુ હતું. તેણે એક સાથે 70 ફિલ્મો સાઇન કરીને ઇન્ડસ્ટ્રીમાં એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ વાતનો ખુલાસો ગોવિંદાએ પોતે કર્યો હતો.

એક ઇન્ટરવ્યુમાં એક સાથે 70 ફિલ્મો સાઇન કરવાની વાતનો ખુલાસો કરતાં તેણે જણાવ્યું હતું કે, તેણે એક જ વારમાં 70 ફિલ્મો સાઇન કરી હતી, પરંતુ તેમાંથી ઘણી ફિલ્મો ડબ્બાબંધ થઇ ગઇ હતી, તો ઘણાનું શુટિંગ શરૂ થયું પરંતુ ફિલ્મ પૂરી ન થઇ શકી.

ગોવિંદાએ તે પણ જણાવ્યું હતું કે તેણે ફિલ્મો સાઇન તો કરી લીધી હતી પરંતુ પછીથી ડેટ ન હોવાના કારણે તેણે છેલ્લી ઘડીએ ફિલ્મો છોડવી પડી. ઘણી ફિલ્મો છોડ્યા બાદ પણ આ એક્ટર એક જ સમયે એક કે બે નહીં પરંતુ 5-5 ફિલ્મોનું શુટિંગ કરતો હતો.

ક્યારેક ઇન્ડસ્ટ્રીમાં પોતાની શરતો પર કામ કરતા ‘હીરો નંબર 1’ની કિસ્મતે એવી પલટી મારી કે ધીમે-ધીમે તેને કામ મળવાનું બંધ થઇ જશે. પાછલા ઘણા વર્ષોથી ગોવિંદા સ્ક્રીનથી દૂર છે. ક્યારેક એક સાથે 5-5 ફિલ્મોનું શુટિંગ કરનાર આ સુપરસ્ટાર આજે એક ફિલ્મ માટે તરસી રહ્યો છે. જો કે, આજે તે પોતાનું યુટ્યુબ ચેનલ ચલાવીને તગડી કમાણી કરે છે

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...