Homeક્રિકેટરણજી ટ્રોફીમાં ક્ષિતિજ પટેલ...

રણજી ટ્રોફીમાં ક્ષિતિજ પટેલ અને ઉમંગે ગુજરાતને રકાસમાંથી ઉગાર્યું

મિડલ ઓર્ડર બેટ્સમેન ક્ષિતિજ પટેલ અને ઉમંગ રોહિત કુમારે મક્કમ બેટિંગ કરીને શુક્રવારથી શરૂ થયેલી રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ગુજરાતને રકાસમાંથી ઉગાર્યું હતું. કર્ણાટક સામેની મેચમાં પ્રથમ દિવસને અંતે ગુજરાતની ટીમ 264 રનમાં આઉટ થઈ ગઈ હતી. અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થયેલી મેચમાં કર્ણાટકે ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

ગુજરાતે એક સમયે 45 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યાંથી ક્ષિતિજ અને ઉમંગે ટીમનો સ્કોર 202 સુધી પહોંચાડ્યો હતો. ક્ષિતિજ પટેલ કમનસીબ રહ્યો હતો અને તેની સદી પાંચ રન માટે ચૂકી ગયો હતો.

તેણે 161 બોલ રમીને 11 ચોગ્ગા સાથે 95 રન ફટકાર્યા હતા. ક્ષિતિજની વિકેટ પડ્યા બાદ ઉમંગ રોહિત કુમારે ધીરજપૂર્વકની બેટિંગ કરીને 72 રન ફટકાર્યા હતા. તેણે 143 બોલની ઇનિંગ્સમાં 12 ચોગ્ગા ફટકાર્યા હતા. આમ છતાં તે આઉટ થયો ત્યારે છ વિકેટે 208 રનના સ્કોરે ગુજરાત મુશ્કેલીમાં હતું. આ તબક્કે કેપ્ટન ચિંતન ગજાએ જવાબદારી પૂર્વકની બેટિંગ કરીને સ્કોર આગળ ધપાવ્યો હતો.

દિવસની રમતના અંત સુધીમાં ગુજરાતે તેની છેલ્લી વિકેટ ગુમાવી ત્યારે ચિંતન ગજા 45 રન સાથે અણનમ રહ્યો હતો. તેણે 92 બોલની ઇનિંગ્સમાં ત્રણ સિક્સર ફટકારી હતી. તામિલનાડુ માટે વી. કૌશિક સૌથી સફળ બોલર રહ્યો હતો તેણે ચાર વિકેટ ઝડપી હતી જ્યારે અન્ય ત્રણ બોલરે બે બે વિકેટ ઝડપી હતી. ગુજરાતે આ મેચમાં બે નવોદિત સનપ્રિત બગ્ગા અને રિંકેશ વાઘેલાને પ્રથમ વાર રણજી ટ્રોફી મેચ રમવાની તક આપી હતી પરંતુ બંને ખેલાડી નિષ્ફળ રહ્યા હતા.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક 🦮કૂતરો છું.🧑🏻‍⚕️ડૉક્ટર : આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?🙍🏻મોહન : જ્યારથી હું 🐕‍🦺ગલુડિયું હતો ત્યારથી…!!!🤪😜😝🤣😂😅 ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિ દેવને કહ્યું કે.. તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.....