Homeક્રિકેટમહિલા ક્રિકેટમાં અનોખો 'ટોસ',...

મહિલા ક્રિકેટમાં અનોખો ‘ટોસ’, સિક્કાને ઉછાળવાને બદલે જમીન પર પટક્યો!

ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી વિમેન્સ ટી20 ક્રિકેટમાં એક અનોખા ટોસે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ડ્રીમ 11 સુપર સ્મેશ 2024માં કેન્ટરબરી મેજિશિયન્સ અને વેલિંગ્ટન બ્લેઝ વચ્ચેની મેચ પૂર્વે ટોસ માટેનો સિક્કો ઉછાળવામાં નહીં પરંતુ જમીન પર પટકવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ક્રિકેટ મેચના પ્રારંભે બંને ટીમના સુકાનીની ઉપસ્થિતિમાં ટોસના સિક્કાને હવામાં ઉછાળવામાં આવતો હોય છે.

કેન્ટરબરી મેજિશિયન્સની કેપ્ટન ફ્રેન્કી મેકે ટોસ દરમિયાન સિક્કાને જમીન પર રીતસરનો પટક્યો હતો અને સિક્કો થોડે દૂર જઈને પડ્યો હતો. આ પ્રકારે ટોસ વખતે સિક્કાને જમીન પર નીચે ફેંકવાની ઘટનાથી મેચ ઓફિશિયલ્સ અને રેફરી સહિત સૌ કોઈને આશ્ચર્ય થયું હતું.

કેન્ટરબરી મેજિશિયન્સની કેપ્ટન ફ્રેન્કી મેક તેમ છતા ટોસ હારી ગઈ હતી, વેલિંગ્ટન બ્લેઝની કેપ્ટન એમિલિયા કેરે પ્રથમ બેટિંગ લીધી હતી. આ પ્રકારની રમૂજને લઈને થોડી ક્ષણ માટે મેદાનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કેન્ટરબરી ટીમની કેપ્ટન ફ્રેન્કીને સિક્કો ઉછાળવાને બદલે જમીન પર પટકવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે, છેલ્લી થોડી મેચોમાં અમારી પકડ રહી નહતી. અમે કેટલીક બાબતોમાં બદલાવ કરવા ઈચ્છતા હતા. એટલા માટે ટોસ ઉછાળવાની ઢબ બદલીને જોવા ઈચ્છતા હતા કે તેનાથી અમારા ભાગ્યમાં ફરક પડે છે કે કેમ?

વેલિંગ્ટન બ્લેઝ વિરુદ્ધ કેન્ટરબરીની ટીમનો 47 રને પરાજય થયો હતો. વેલિંગ્ટન બ્લેઝે પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન એમિલિયાના 55 બોલમાં તોફાની 77 રનના સહારે છ વિકેટે 154 રન નોંધાવ્યા હતા. જવાબમાં કેન્ટરબરીની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 107 રન સુધી સિમિત રહી હતી. આ ટુર્નામેન્ટમાં છ ટીમો ભાગ લઈ રહી છે જેમાં વેલિંગ્ટન, ઓટાગો, સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ, કેન્ટરબરી, ઓકલેન્ડ અને નોર્ધન ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થયો હતો. 19 ડિસેમ્બરથી શરૂ થયેલી ટુર્નામેન્ટની ફાઈનલ 28 જાન્યુઆરીએ રમાશે.

Most Popular

More from Author

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો? 😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ. એક દિવસ બંને...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

Read Now

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો? 😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ. એક દિવસ બંને ફરવા માટે નીકળ્યા. સાળી (જીજાને ચીડવવાના ઉદ્દેશ્યથી) : જીજાજી જુઓ, મને જોઈને તે છોકરાની આંખોમાં કેવી ચમક આવી ગઈ છે. જીજા (ચીડાઈને) : ચમક કેમ ન આવે. તે ભંગારવાળો છે, ભંગાર જોતા જ તેની આંખો આ રીતે ચમકવા લાગે છે.🤣🤪🤣🤪 માં...

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...