Homeક્રિકેટઆજે ભારત અને ઓસ્ટ્રેલિયા...

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે, જુઓ બંને દેશની પ્લેઈંગ ઈલેવન

મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વનડે સિરીઝ
આજે સિરીઝની બીજી વનડે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે
પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની 6 વિકેટે થઈ હતી હાર
મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વનડે સિરીઝ રમાઈ રહી છે. પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય ટીમ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ કદાચ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે.

ભારતની બેટિંગ લાઈન અપ

ભારતીય ટીમ શફાલી વર્મા અને યસ્તિકા ભાટિયાને ઓપનિંગની તક આપી શકે છે. શેફાલી છેલ્લી મેચમાં માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જ્યારે યાસ્તિકાએ 7 ફોરની મદદથી 49 રન બનાવ્યા હતા. રિચા ઘોષ ભારત માટે નંબર 3 પર બેટિંગ કરી શકે છે. જેમિમાહ રોડ્રિગ્ઝે છેલ્લી મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 77 બોલનો સામનો કરીને 82 રન બનાવ્યા હતા. જેમિમાને પાંચમા નંબર પર રમવાની તક મળી શકે છે.

ભારતનું બોલિંગ આક્રમણ

ટીમ ઈન્ડિયા બોલિંગ આક્રમણમાં રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર અને સાયકા ઈશાકને સામેલ કરી શકે છે. છેલ્લી મેચમાં દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, રેણુકા અને પૂજાએ 1-1 વિકેટ લીધી હતી. આ વખતે ટીમ ઈન્ડિયાને તેની પાસેથી વધુ અપેક્ષાઓ હશે. ઓસ્ટ્રેલિયન ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની શક્યતા ઓછી છે. છેલ્લી મેચમાં લિચફિલ્ડ અને પેરી વચ્ચે મોટી ભાગીદારી થઈ હતી. પેરીએ 75 રન બનાવ્યા હતા. જ્યારે લિચફિલ્ડે 78 રનની ઇનિંગ રમી હતી.

બંને દેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત: જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), સ્નેહ રાણા, અમનજોત કૌર, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ ઠાકુર, સૈકા ઈશાક

ઑસ્ટ્રેલિયા: ફોબે લિચફિલ્ડ, એલિસા હીલી (કેપ્ટન અને વિકેટકીપર), એલિસ પેરી, બેથ મૂની, તાહલિયા મેકગ્રા, એશલે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેરહેમ, અલાના કિંગ, મેગન શૂટ, ડાર્સી બ્રાઉન

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...