Homeક્રિકેટઓસ્ટ્રેલિયા સામેની વિમેન્સ વન-ડેમાં...

ઓસ્ટ્રેલિયા સામેની વિમેન્સ વન-ડેમાં ભારતનો પરાજય

ભારતના 282, પૂજા વસ્ત્રાકર અને જેમિમાહની અડધી સદી, ઓસી.એ 46.3 ઓવરમાં 4 વિકેટે ટારગેટ વટાવ્યો

પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગુરુવારે અહીં રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં યોગ્ય દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી અને તેનો છ વિકેટે પરાજય થયો હતો.
અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતીય વિમેન્સ ટીમે 50 ઓવરમાં આઠ વિકેટે 282 રનનો નોંધપાત્ર સ્કોર રજૂ કર્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયાએ આ ટારગેટને આસાન બનાવી દીધો હતો અને 46.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો.

ઓસ્ટ્રેલિયા માટે ઓપનર એલિસા હિલી તો ખાતું ખોલાવ્યા વિના રેણુકાની બોલિંગમાં આઉટ થઈ ગઈ હતી.

જોકે ફોબી લિચફિલ્ડ અને એલિસી પેરીએ મજબૂત બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાને વિજયના માર્ગે પહોંચાડ્યું હતું. લિચફિલ્ડે 89 બોલમાં 78 રન ફટકાર્યા હતા તો પેરીએ 75 રન ફટકાર્યા હતા. બંનેએ મળીને 148 રનની ભાગીદારી નોંધાવી હતી. આ બંનેની વિકેટ પડ્યા બાદ તાહિલા મેકગ્રા અને બેથ મૂનીએ બાજી સંભાળી લીધી હતી અને ટીમને ટારગેટ સુધી પહોંચાડી દીધી હતી. બેથ મૂનીએ 47 બોલમાં 42 રન ફટકાર્યા હતા તો તાહિલા મેકગ્રાએ આક્રમક બેટિંગ કરીને 11 ચોગ્ગા સાથે માત્ર 55 બોલમાં અણનમ 68 રન ફટકાર્યા હતા.

અગાઉ ભારત માટે જેમિમાહ રોડ્રિગ્સ અને પૂજા વસ્ત્રાકરે શાનદાર બેટિંગ કરીને ટીમને સન્માનજક સ્કોર સુધી પહોંચાડી હતી. ઓપનર શેફાલી વર્મા સસ્તામાં આઉટ થઈ ગયા બાદ યાસ્તિકા ભાટિયાએ બાજી સંભાળી લીધી હતી અને ટીમનો સ્કોર આગળ ધપાવ્યો હતો. તેણે શરૂઆતમાં રિચા ઘોષ સાથે મળીને સ્કોર 41 સુધી પહોંચાડ્યો હતો. યાસ્તિકાએ 64 બોલમાં 49 રન ફટકાર્યા હતા.
આમ છતાં ભારતીય વિમેન્સ ટીમની ઇનિંગ્સનો આધાર જેમિમાહ રોડ્રિગ્સ અને પૂજા પર રહ્યો હતો. જેમિમાહે છેક 47મી ઓવર સુધી બેટિંગ કરીને આકર્ષક 82 રન ફટકાર્યા હતા. તેની 77 બોલની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા સામેલ હતા. જેમિમાહને આ મેચમાં નવમા ક્રમની પૂજા વસ્ત્રાકરનો સહકાર સાંપડ્યો હતો. બંનેએ નવ ઓવરમાં 68 રનની ભાગીદારી નોંધાવી હતી. પૂજા પણ ઇનિંગ્સના અંત ભાગમાં આક્મક બેટિંગ કરી રહી હતી. તેણે 46 બોલમાં સાત ચોગ્ગા અને બે સિક્સર સાથે અણનમ 62 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે એશ્લે ગાર્ડનર અને વોરહામ સફળ બોલર રહી હતી. બંનેએ બે બે વિકેટ લીધી હતી.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...