Homeક્રિકેટરાહુલની અડિખમ બેટિંગ સિવાય...

રાહુલની અડિખમ બેટિંગ સિવાય ભારતનો ધબડકો

સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં કોહલી, રોહિત સહિતના બેટ્સમેન નિષ્ફળ, રબાડાની વેધક બોલિંગ

એજન્સી, સેન્ચુરિયન

કેગિસો રબાડાની વેઘક બોલિંગ સામે ભારતીય ટીમની બેટિંગનો ધબડકો થતાં મંગળવારથી અહીં શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાનો હાથ ઉપર રહ્યો હતો. વરસાદથી પ્રભાવિત પ્રથમ દિવસે ભારતના મોખરાના બેટ્સમેન મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

એક માત્ર લોકેશ રાહુલે લડત આપી હતી જેને કારણે ભારતે આઠ વિકેટે 208 રનનો સ્કોર રજૂ કર્યો હતો. કેગિસો રબાડાએ પાંચ વિકેટ ઝડપી હતી.

ભારત માટે આજનો દિવસ કંગાળ રહ્યો હતો કેમ કે તેના મોટા ભાગના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખ્યાતનામ બેટ્સમેન પણ સાઉથ આફ્રિકન બોલર્સ અને ખાસ કરીને કેગિસો રબાડા સામે આસાનીથી બેટિંગ કરી શકયા ન હતા. પ્રથમ દિવસની રમતને અંતે લોકેશ રાહુલ 70 અને મોહમ્મદ સિરાઝ શૂન્ય પર બેટિંગ કરી રહ્યા હતા. ખરાબ હવામાન અને વરસાદને કારણે રમત વહેલી અટકાવી દેવાની ફરજ પડી હતી. દિવસ દરમિયાન 90ને બદલે માત્ર 59 ઓવરની રમત શક્ય બની હતી.

ઠંડા હવામાન વચ્ચે મેચનો પ્રારંભ થોડો સમય વિલંબમાં પડ્યો હતો પરંતુ ત્યાર બાદ સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. આ નિર્ણય સાર્થક ઠેરવતાં રબાડાએ પાંચમી ઓવરમાં જ અત્યંત મહત્વની એવી રોહિત શર્માની વિકેટ ખેરવી દીધી હતી.

ભારતીય કેપ્ટન પાસેથી ઘણી આશા રખાતી હતી પરંતુ તે માત્ર પાંચ રન કરી શક્યો હતો. શુભમન ગિલ ત્રીજા ક્રમે રમવા આવ્યો હતો અને તે પણ તરત જ આઉટ થઈ ગયો હતો. ઝડપી બોલર નાન્દ્રે બર્ગરે તેને આઉટ કર્યો હતો.

ભારતના પ્રથમ ચારમાંથી ત્રણ બેટ્સમેન વિકેટકીપર વેરેયાન્નેના હાથમાં ઝડપાયા હતા. આમ ભારતીય બેટ્સમેન ઝડપી પિચ પર તેમની ઓફ સ્ટમ્પની બહારના બોલને રમવાની નબળાઈનો ફરી એક વાર શિકાર બન્યા હતા. યશસ્વી જયસ્વાલ પણ આવી જ રીતે આઉટ થયો હતો.

વિરાટ કોહલી પાસેથી ભારતને ઘણી અપેક્ષા હતી અને તે સવારના સત્રમાં મજબૂત બેટિંગ કરી રહ્યો હતો. તેની રમત જોતાં તે વધુ એક વિરાટ ઇનિંગ્સ રમશે તેવી અટકળ શરૂ થઈ ત્યાં તો રબાડાના બોલે ભારતનો ભૂતપૂર્વ સુકાની આઉટ થઈ ગયો હતો. કોહલીએ 64 બોલ રમીને 38 રન ફટકાર્યા હતા અને વિકેટ પાછળ ઝડપાઈ ગયો હતો.

ભારતે એક સમયે 38 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને આ સ્કોર પાંચ વિકેટે 107 થઈ ગયો હતો. આ સમયે ભારતના 200 રન અશક્ય જણાતા હતા પરંતુ લોકેશ રાહુલે આવીને અડિખમ બેટિંગ કરી હતી.

તેણે રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર અને બુમરાહ સહિતના બેટ્સમેન સાથે મળીને ટીમનો સ્કોર આગળ ધપાવ્યો હતો. રાહુલે 105 બોલમાં દસ ચોગ્ગા અને બે સિક્સર સાથે 70 રન ફટકાર્યા હતા. ઠાકુરે તેને સહકાર આપ્યો હતો અને 43 રનની ભાગીદારી નોંધાવતાં 33 બોલમાં 24 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગાનો સમાવેશ થતો હતો.

રાહુલે ટી બ્રેક બાદના તબક્કામાં સ્ટ્રાઇક પોતાની પાસે રાખીને બને તેટલો સમય સાઉથ આફ્રિકન બોલર્સથી પૂંછડિયા ખેલાડીઓને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. જસપ્રિત બુમરાહે 19 બોલ (એક રન) અને સિરાઝે દસ બોલ સુધી હરીફ બોલરનો સામનો કર્યો હતો,

સાઉથ આફ્રિકન ઝડપી બોલર્સે અપેક્ષા મુજબ જ બોલિંગ કરી હતી અને તેમની બોલિંગ વેધક રહી હતી જેમાં કેગિસો રબાડા મોખરે રહ્યો હતો. તેણે 17 ઓવરમાં 44 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી તો નાન્દ્રે બર્ગરે પ્રારંભના તરખાટ સાથે 50 રનમાં બે વિકેટ લીધી હતી.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...