Homeક્રિકેટમાનસિક થાકના કારણે સાઉથ...

માનસિક થાકના કારણે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ઈશાન કિશને પાછું ખેંચ્યું પોતાનું નામ, BCCIએ પરવાનગી આપતા ક્રિકેટમાંથી લીધો બ્રેક

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાંથી વ્યક્તિગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. હવે આ પાછળનું કારણ સામે આવ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર ઈશાન કિશને “માનસિક થાક”ના કારણે ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈશાન કિશન છેલ્લા એક વર્ષથી સતત ટીમ સાથે ટ્રાવેલ કરી રહ્યો છે. તેમજ તેમ છતાં તેને પૂરતો ગેમ ટાઈમ મળ્યો નહોતો. મતલબ કે, મેચો રમવાની વધુ તક નહોતી મળી. આના લીધે તે માનસિક રીતે થાકી ગયો છે અને હાલ ક્રિકેટમાંથી બ્રેક ઈચ્છે છે. તેથી જ તેણે BCCIને આરામ માટે વિનંતી કરી અને બોર્ડ તેમજ ટીમ મેનેજમેન્ટે ઈશાન કિશનની પરિસ્થિતિ સમજતા તેને લિવ આપી હતી.

“તેણે ટીમ મેનેજમેન્ટને જાણ કરી કે તે માનસિક થાક અનુભવી રહ્યો છે અને થોડા સમય માટે ક્રિકેટમાંથી બ્રેક ઈચ્છે છે. દરેક જણ તેની સાથે સહમત થયા, “એક સૂત્ર દ્વારા ઇન્ડિયન એક્સપ્રેસને કન્ફર્મેશન મળ્યું. ઉલ્લેખનીય છે કે, કિશનના રિપ્લેસમેન્ટ તરીકે કેએસ ભરત ઇન્ડિયન ટીમ સાથે જોડાઈ ગયો છે.

નોંધનીય છે કે, ઈશાન કિશાન 3 જનયુઆરીથી સતત ઇન્ડિયન ટીમ સાથે ટ્રાવેલ કરી રહ્યો હતો. તેમ છતાં તેને પ્લેઈંગ-11માં બહુ તક મળી નહોતી. તે ફેબ્રુઆરી-માર્ચમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો ભાગ હતો પરંતુ કેએસ ભરતનો બેકઅપ હતો. તે પછી ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં પણ તેને 1 જ મેચ રમવા મળી હતી. IPL 2023 પછી કિશન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ઇંગ્લેન્ડ ગયો હતો, પરંતુ ત્યાં પણ તેને બેન્ચ પર જ બેસી રહેવું પડ્યું હતું.

તે પછી કિશનને વિન્ડીઝ પ્રવાસમાં 2 ટેસ્ટ અને ત્રણ વનડે અને એટલી જ T20માં રમવાનો ચાન્સ મળ્યો હતો. તે પછી તે એશિયા કપમાં પણ ટીમ ઇન્ડિયાનો ભાગ હતો અને વર્લ્ડ કપમાં પણ સિલેક્ટ થયો હતો. જો કે, વર્લ્ડ કપમાં તેને 2 જ મેચમાં રમવા મળ્યું હતું. તે પછી કિશન ઓસ્ટ્રેલિયા સામે 3 વનડેની શ્રેણી રમ્યો અને તે બાદ સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં મેનેજમેન્ટે જીતેશ શર્માને રમાડતા કિશને ફરીથી બેન્ચ પર બેસવું પડ્યું હતું.

Most Popular

More from Author

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો? 😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ. એક દિવસ બંને...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

Read Now

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો? 😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ. એક દિવસ બંને ફરવા માટે નીકળ્યા. સાળી (જીજાને ચીડવવાના ઉદ્દેશ્યથી) : જીજાજી જુઓ, મને જોઈને તે છોકરાની આંખોમાં કેવી ચમક આવી ગઈ છે. જીજા (ચીડાઈને) : ચમક કેમ ન આવે. તે ભંગારવાળો છે, ભંગાર જોતા જ તેની આંખો આ રીતે ચમકવા લાગે છે.🤣🤪🤣🤪 માં...

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...