Homeક્રિકેટફિટ થઈ રહ્યો છું,...

ફિટ થઈ રહ્યો છું, હજી થોડા મહિના લાગશેઃ રિશભ પંત

 ગયા વર્ષે એક કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ભારતીય ક્રિકેટર રિશભ પંતના પુનરાગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે તેણે મંગળવારે જણાવ્યું હતું કે તે હાલમાં ફિટ થઈ રહ્યો છે પરંતુ સ્પર્ધાત્મક ક્રિકેટ માટે સંપૂર્ણપણે રિકવર થતાં હજી થોડા મહિના લાગશે. આ સમયગાળામાં રમતપ્રેમીઓ તરફથી જે સહકાર સાંપડ્યો છે તે બદલ તેમનો આભારી છું. રિશભ પંત ગયા વર્ષે એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો અને ત્યારથી તે ક્રિકેટથી દૂર છે.

તેમાંય ઢીંચણની સર્જરી બાદ 2023ના આખા વર્ષમાં તે એક પણ મેચ રમી શક્યો નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટમાં રિશભ પંતને એમ કહેતો ટાંકવામાં આવ્યો હતો કે છેલ્લા કેટલાક મહિના કરતાં હું અત્યારે વધુ સારી રાહત અનુભવી રહ્યો છું. આમ હજી રિકવરી તરફ આગળ ધપી રહ્યો છું અને ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ ફિટ થતાં થોડા મહિના લાગી જશે. પરંતુ મને આશા છે કે હું થોડા સમયમાં જ ફિટ થઈ જઇશ. મંગળવારે અહીં યોજાયેલી આઇપીએલની હરાજીમાં રિશભ પંત દિલ્હી કેપિટલ્સના સુકાની તરીકે હાજર રહ્યો હતો. તેની સાથે ટીમના ડાયરેક્ટર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી તથા ટીમના હેડ કોચ રિકી પોન્ટિંગ પણ હાજર રહ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં રૂરકી તરફ જતાં નેશનલ હાઇવે પર પંતની કારનો અકસ્માત થયો હતો અને પછી તેમાં આગ ફાટી નીકળી હતી જેમાંથી ભારતના આ પ્રતિભાશાળી વિકેટકીપર-બેટ્સમેનનો આબાદ બચાવ થયો હતો પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ત્યારથી તે મેદાનથી બહાર છે.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...