Homeક્રિકેટIPL 2024ને લઈને ઋષભ...

IPL 2024ને લઈને ઋષભ પંતે કર્યો ખુલાસો, જાણો ફિટનેસને લઈને શું કહ્યું

લોકો મને ખૂબ પ્રેમ કરે છે, મારું સમ્માન કરે છેઃ પંત
પંતે કહ્યું મને આશા છે કે હું થોડા મહિનામાં પરત આવીશ
ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં આવી શકે છે પરતઃ DC
ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર અને બેટ્સમેન ઋશભ પંત હાલમાં સંપૂર્ણ રીતે ફિટ નથી. તેઓએ આ વાત જાતે કહી છે. આઈપીએલ ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સના ઋષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો છે.

તેમાં પંત પોતાની રિકવરીની સફર, મેદાનમાં વાપસી અને આઈપીએલ ઓક્શનમાં ભાગ લેવાને લઈને અનેક સવાલના જવાબ આપી રહ્યા છે.

શું કહ્યું પંતે

પંત કહે છે કે થોડા મહિના પહેલા હું જે કરી રહ્યો હતો તેને જોતાં હવે તે સારું અનુભવી રહ્યો છે. હું 100 ટકા રિકવરી રોડ પર છું મને આશા છે કે હું થોડા મહિનામાં પરત આવીશ. ગયા અઠવાડિયાના એક રિપોર્ટમાં દિલ્હી કેપિટલ્સની તરફથી કહેવામાં આવ્યું હતું કે ઋષભ પંત આઈપીએલ 2024થી ક્રિકેટમાં પરત આવશે. તે રિપોર્ટમાં એમ પણ કહેવાયું હતું કે ઋષભ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં ફિટનેસ મેળવી લેશે અને આઈપીએલમાં તે દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળશે.

ખ્યાલ આવ્યો કે લોકો કેટલો પ્રેમ કરે છે

પોતાની રિકવરીની સફરને યાદ કરતા પંત કહે છે કે આ સફર શાનદાર રહી. જ્યારે અમે ક્રિકેટ રમીએ છીએ તો લાગે છે કે અમને કોઈ પ્રેમ નથી કરતું. આ એક્સીડન્ટનો સમય ઘણો મુશ્કેલ હતો પણ તેનાથી મને એ ખ્યાલ આવ્યો કે લોકો મને ખૂબ પ્રેમ કરે છે, મારું સમ્માન કરે છે. તેમને મારી ચિંતા છે. આ મારા માટે મોટી વાત છે. અને તેનાથી મને રિકવરીમાં ઘણી મદદ મળી છે.

ગયા વર્ષે થયો હતો એક્સીડન્ટ

ઋષભ પંત ગયા વર્ષના અંતમાં કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા. તે મોતના મુખમાંથી જાણે કે પરત આવ્યા હતા. ત્યારથી ક્રિકેટના મેદાનથી તે દૂર જોવા મળી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં તેમની કેટલીક સર્જરી પણ થઈ અને તેમનો રિહેબ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં તે હવે ફિટનેસ મેળવી ચૂક્યા છે. તેઓ જલ્દી ક્રિકેટના મેદાનમાં જોવા મળશે.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...