Homeક્રિકેટહરાજી પહેલા અશ્વિનની ભવિષ્યવાણી,...

હરાજી પહેલા અશ્વિનની ભવિષ્યવાણી, કહ્યું-આ ખેલાડીઓ પર લાગશે 14 કરોડથી વધુની બોલી

  • IPL 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે
  • હરાજીમાં કુલ 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરાયા
  • આ હરાજીમાં 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડી

ભારતના મહાન સ્પિન બોલરોમાંથી એક રવિચંદ્રન અશ્વિને IPL 2024ની હરાજી પહેલા કેટલીક મોટી વાતો કહી છે. તેણે એવા ખેલાડી વિશે અનુમાન લગાવ્યું છે કે જેના પાછળ ઘણી ટીમો આ હરાજીમાં જઈ શકે છે, અને તેના નામે 14 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવવામાં આવી શકે છે.

અશ્વિને હરાજીની ભવિષ્યવાણી કરી

IPL 2024 ની હરાજી દુબઈમાં થશે. તે 19 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે. IPLની તમામ 10 ટીમોએ આ હરાજી માટે તૈયારી કરી લીધી છે. આ હરાજીમાં કુલ 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 214 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 119 ખેલાડીઓ વિદેશી છે. આ વિદેશી ખેલાડીઓમાં સૌથી વધુ 25 ખેલાડીઓ ઈંગ્લેન્ડના અને 21 ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના છે. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને પોતાના વીડિયોમાં ક્રિકેટિંગ શોટ્સ સાથે હરાજીમાં ટીમ કઈ રીતે પૈસા ખર્ચે છે તે અંગે જણાવ્યું છે.

  • 2-4 કરોડમાં વેચાયા ખેલાડીઓ- ડિફેન્સ
  • 4-7 કરોડની વચ્ચે વેચાયેલા ખેલાડીઓ – ડ્રાઇવ
  • 7-10 કરોડમાં વેચાયેલા ખેલાડીઓ – પુલ
  • 10-14 કરોડ વચ્ચે વેચાયા ખેલાડીઓ – સ્લોગ
  • 14 કરોડથી વધુમાં વેચાયા ખેલાડીઓ – હેલિકોપ્ટર શોટ

14 કરોડથી વધુની કિંમતની યાદીમાં બે ઓસ્ટ્રેલિયન

અશ્વિને તેની હેલિકોપ્ટર શોટ કેટેગરીમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કનો સમાવેશ કર્યો છે. મતલબ કે અશ્વિનના મતે આ બંને ખેલાડીઓના નામ પર 14 કરોડ રૂપિયાથી વધુની બોલી લાગી શકે છે. જોકે, અશ્વિને ટ્રેવિસ હેડને ડિફેન્સ શોટની કેટેગરીમાં એટલે કે રૂ. 2-4 કરોડમાં રાખ્યો, જે ખૂબ જ આશ્ચર્યજનક અંદાજ છે. અશ્વિને ઉમેશ યાદવને ડ્રાઈવ શોટ એટલે કે 4-7 કરોડની કેટેગરીમાં રાખ્યો છે. આ જ કેટેગરીમાં અશ્વિને વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રને પણ સ્થાન આપ્યું છે. ભારતના હર્ષલ પટેલ, રોવમેન પોવેલ, ગેરાલ્ડ કોએત્ઝીના નામ અશ્વિનના કવર ડ્રાઈવ પ્રિડિક્શન એટલે કે રૂ. 7-10 કરોડની યાદીમાં સામેલ છે. હવે જોવાનું એ રહે છે કે અશ્વિનની આ ભવિષ્યવાણી કેટલી સાચી સાબિત થાય છે.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...