Homeક્રિકેટકોઇએ જર્સી તો કોઇએ...

કોઇએ જર્સી તો કોઇએ સળગાવી ટોપી, MIનો વિરોધ કરવા ઉતર્યા ફેન્સ

MI એ રોહિત શર્માને હટાવી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો
રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને કુલ પાંચ IPL ટ્રોફી જીતાવી
હાર્દિક પંડ્યાએ તેની શરૂઆતની સિઝનમાં જીટીને IPL ટ્રોફી જીતાવી
રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બને તે ચાહકોને પસંદ આવી રહ્યું નથી. હવે મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોએ અલગ-અલગ રીતે ટીમ સામે પોતાનો વિરોધ નોંધાવવાનું શરૂ કરી દીધું છે.

મુંબઈની ટીમે અચાનક IPL 2024 માટે રોહિત શર્માને હટાવી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો. જેણે ટીમને પાંચ વખત IPL ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી MI અને રોહિત શર્માના ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા આ ફેંસલા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. આ વચ્ચે કેટલાંક ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

રોહિત શર્માને કપ્તાન પદેથી હટાવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ચાહકો MI જર્સી અને કેપ સળગતા જોવા મળી રહ્યા છે. ચાહકો એમઆઈનો ‘બહિષ્કાર’ કરવાના મૂડમાં હોય તેવું લાગે છે. વીડિયોમાં એક પ્રશંસકે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી લટકાવીને આગ લગાવી દીધી હતી. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “મુંબઈ ઈન્ડિયન્સ તમે આને જ લાયક છો.”

એક બીજા વીડિયોમાં પ્રશંસક MIની ટોપી સળગાવતો દેખાઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકો છો કે ફેન પહેલા ટોપીને જમીન પર ફેંકે છે અને પછી એને પગ વડે કચડે છે. આ કર્યા બાદ તે મુંબઇની કેપને સળગાવી દે છે. આ રીતે ફેન્સ મુંબઇ ઇન્ડિયન્સને લઇ વિરોધ નોંધાવી રહ્યાં છે.

પોતાની ટીમને જીતવામાં મદદ કરવામાં કોની કેટલી ભાગીદારી?

વાસ્તવમાં, જીતના સંદર્ભમાં રોહિત, એમએસ ધોની પછી IPLમાં બીજા સૌથી સફળ કેપ્ટન છે. 36 વર્ષીય ખેલાડીએ 55.06ની જીતની ટકાવારી સાથે 158 મેચોમાં MIને 87 જીત અપાવી. રોહિત શર્માએ તેની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને કુલ પાંચ IPL ટ્રોફી જીતાડી. મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં IPLનો ખિતાબ જીત્યો હતો. બીજી તરફ, હાર્દિક પંડ્યાએ તેની શરૂઆતની સિઝનમાં જીટીને IPL ટ્રોફી જીતાવી દીધી લીધી હતી. તેમના નેતૃત્વ હેઠળ, અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝી પણ IPL 2023ની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ અંતિમ વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સ રહી હતી. કેપ્ટન તરીકે તેણે 70.96 ની જીતની ટકાવારી સાથે 31 મેચોમાં ટાઇટન્સને 22 જીત અપાવી છે.

મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સ જયવર્દનેએ શું કહ્યું?

મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સ મહેલા જયવર્દનેએ રોહિત શર્માનો તેમના દાયકાના સુકાનીપદના કાર્યકાળ દરમિયાન ફ્રેન્ચાઈઝીને નવી ઊંચાઈઓ પર લઈ જવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે એક નિવેદનમાં કહ્યું, ‘અમે રોહિત શર્માના અસાધારણ નેતૃત્વ માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ, 2013થી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકેનો તેમનો કાર્યકાળ અસાધારણથી ઓછો રહ્યો નથી. તેમના નેતૃત્વએ ટીમને માત્ર અપ્રતિમ સફળતા તરફ દોરી જ નથી, પરંતુ IPLના ઈતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક તરીકે તેનુંમ સ્થાન પણ મજબૂત કર્યું છે.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...