Homeક્રિકેટભારતને ગોપાલગંજથી મળી શકે...

ભારતને ગોપાલગંજથી મળી શકે છે ફાસ્ટ બોસ્ટ બોલર…ઓક્શનમાં સામે આવ્યું નામ…ધોની-ગાંગૂલીના ફેવરિટ

જમણા હાથના ફાસ્ટ બોલર છે ગોપાલગંજના સાકિબ
આઈપીએલમાં સાકિબ હુસેનનું 20 લાખ રૂપિયાનું બેસ પ્રાઈઝ
સાકિબને ચેન્નઈ સુપર કિંગ પણ લઈ શકે છે
ભારતીય ટીમના ક્રિકેટર બિહારના પટણાના રહેવાસી ઈશાન કિશન અને ગોપાલગંજના મુકેશ કુમારના બાદ નવા ખેલાડીના નામ આઈપીએલમાં આવવાથી ક્રિકેટ પ્રેમીમાં ઉત્સાહ છે. આ સાથે આઈપીએલમાં આ વખતે ગોપાલગંજના દરગાહ શરીફ મહોલ્લાના નિવાસી અલી અહમદ હુસેનના પુત્ર સાકિબ હુસેનનું નામ ઓક્શનમાં સામેલ છે.

સાકિબ જમણા હાથના ફાસ્ટ બોલર છે. ઉલ્લેખનીય છે કે ચેન્નઈ સુપર કિંગમાં નેટ બોલરના રૂપમાં તેમની પસંદગી પહેલેથી થઈ છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સૌરવ ગાંગુલી પણ ખાસ માનવામાં આવે છે. આ કારણે અંદાજ લગાવાઈ રહ્યો છે કે આઈપીએલના ઓક્શનમાં સાકિબને ચેન્નઈ સુપર કિંગ્સ પણ લઈ જઈ શકે છે. સાકિબ હુસેનની બેસ પ્રાઈસ 20 લાખ રૂપિયા છે.

19 ડિસેમ્બરથી આઈપીએલ ઓક્શન

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પ્લેયર ઓક્શનને માટે ખેલાડીના નામનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. પટનાના વિપિન સૌરભ અને ગોપાલગંજના સાકિબ હુસેનનું નામ સામેલ થયું છે. દુબઈમાં 19 ડિસેમ્બર 2023ના રોજ ઓક્શન થવાનું છે. ભારતના 214 ખેલાડીઓ આ ઓક્શનમાં સામેલ થશે જેમાં બિહારના 2 નવા ખેલાડીનું નામ પણ સામેલ છે.

પિતા કરે છે મજૂરી

દરગાહ મહોલ્લાના રહેવાસી સાકિબ હુસેનના પિતાનું નામ અલી અહમદ હુસેન છે. સાકિબના પિતા સેટ્રિંગ મજૂરીનું કામ કરે છે. 4 ભાઈઓમાં સાકિબનો નંબર 3જો છે. દીકરાનું નામ ઓક્શનમાં જોઈને પિતા ખુશ જોવા મળ્યા. તેઓ સાકિબને ઈન્ડિયન ક્રિકેટમાં રમતા જોવા ઈચ્છે છે. તેમનું સપનું છે કે દીકરો ભારતીય ક્રિકેટ ટીમમાં રમે.

બાળપણથી ક્રિકેટ સાથે હતો ખાસ પ્રેમ

ઉલ્લેખનીય છે કે સાકિબને બાળપણથી ક્રિકેટની સાથે લગાવ હતો. તે મિંજ સ્ટેડિયમમાં દોડવા જતો. અહીં તેને ટૂર્નામેન્ટ રમવાનો અવસર પણ મળ્યો. 2021માં બિહાર ક્રિકેટ લીગમાં તે સામેલ થયા, તો અંડર-19 રમવા ચંડીગઢ ગયા. તેમાં હાઈએસ્ટ વિકેટ ટેકર રહ્યા. સારું પ્રદર્શન કર્યા બાદ તેમને ચેન્નઈ, કેકેઆર, મુંબઈ અને દિલ્હી ફ્રેન્ચાઈઝીએ પણ આમંત્રણ આપ્યું હતું.

માતાએ આ રીતે જાહેર કરી ખુશી

સાકિબની માતા સુબુકતારા ખાતૂન તેમનું નામ ઓક્શનમાં પહોંચવાથી ખુશ છે. તેઓએ સાકિબના બાળપણને યાદ કર્યું અને કહ્યું તે બાળપણથી જ ક્રિકેટની પાછળ રહેતો. અભ્યાસમાં ધ્યાન રહેતું નહીં. તેની પસંદગીથી મહોલ્લા વાસીઓ અને સંબંધીઓ ખુશ છે. સાકિબની માતાએ એમ પણ કહ્યું કે જ્યારે તે રમશે અને તેને ટીવી પર જોશે ત્યારે તેમની ખુશી વધી જશે.

Most Popular

More from Author

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો? 😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ. એક દિવસ બંને...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

Read Now

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો? 😅😝😂😜🤣🤪

ઘણા વર્ષો પછી સાળી પોતાના જીજાના ઘરે રહેવા ગઈ. એક દિવસ બંને ફરવા માટે નીકળ્યા. સાળી (જીજાને ચીડવવાના ઉદ્દેશ્યથી) : જીજાજી જુઓ, મને જોઈને તે છોકરાની આંખોમાં કેવી ચમક આવી ગઈ છે. જીજા (ચીડાઈને) : ચમક કેમ ન આવે. તે ભંગારવાળો છે, ભંગાર જોતા જ તેની આંખો આ રીતે ચમકવા લાગે છે.🤣🤪🤣🤪 માં...

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...