Homeક્રિકેટIPL 2024ની હરાજીમાં 23...

IPL 2024ની હરાજીમાં 23 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ, 3 ભારતીય સામેલ

IPL 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે
હરાજી માટે 333 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી
IPL 2024ની હરાજી 23 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ
IPL ઓકશન 2024 માટે જે ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કુલ 333 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભારતના 214, વિદેશી 119, એશોસિયંટ રાષ્ટ્રના (જે દેશને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો દરજ્જો ના મળ્યો હોય) 2 ખેલાડીઓનો સામેલ છે.

જેમાં 116 કેપ્ડ પ્લેયર અને 215 અનકેપ્ડ પ્લેયરનો સમાવેશ થયો છે. જેમાંથી હરાજીમાં માત્ર 77 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. IPLને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ચાહકો ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. PLની સુંદરતા એ છે કે આ લીગમાં તમામ દેશોના ખેલાડીઓ એકબીજા સાથે રમે છે. બધા ખેલાડીઓ તેમની મૂળ કિંમત રાખે છે અને તે મુજબ બિડ મૂકવામાં આવે છે. IPLની આ હરાજીમાં 23 ખેલાડીઓની મહત્તમ બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે. આ યાદીમાં 3 ભારતીય ખેલાડીઓ પણ છે.

2 કરોડ બેઝ પ્રાઈઝ ધરાવતા 3 ખેલાડી

2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ભારતીય ખેલાડીઓમાં શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ અને હર્ષલ પટેલ છે. આ સિવાય અન્ય તમામ ભારતીય ખેલાડીઓની મૂળ કિંમત 2 કરોડથી ઓછી છે. આ લિસ્ટમાં એવા ઘણા વિદેશી ખેલાડીઓ છે, જેમણે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેના આધારે ખેલાડીએ તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. ફાઇનલમાં ભારત સામે શાનદાર સદીની અણનમ ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપમાં વિજેતા બનાવનાર ટ્રેવિસ હેડનું પણ નામ સામેલ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પણ પોતાનું નામ આપ્યું છે, જેમણે પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ પણ સામેલ છે.

2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા તમામ ખેલાડીઓની યાદી

હેરી બ્રુક, ટ્રેવિસ હેડ, રિલે રોસો, સ્ટીવ સ્મિથ, ગેરાલ્ડ કોએત્ઝી, પેટ કમિન્સ, હર્ષલ પટેલ, શાર્દુલ ઠાકુર, ક્રિસ વોક્સ, જોશ ઈંગ્લિશ, લોકી ફર્ગ્યુસન, જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક, ઉમેશ યાદવ, મુજીબ ઉર રહેમાન, આદિલ રશીદ, રાસી વાન ડેર ડ્યુસેન, જેમ્સ વિંસ, શેન એબોટ, જેમી ઓવરટન, ડેવિડ વિલી, બેન ડકેટ, મુસ્તફિઝુર રહેમાન

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...