Homeક્રિકેટવિકેટકીપરના પગ વચ્ચે ફસાયો...

વિકેટકીપરના પગ વચ્ચે ફસાયો બોલ, પછી અમ્પાયરે આપ્યો આઉટ,

  • અંડર 19 એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે હાર
  • પાકિસ્તાન સામે ભારતની 8 વિકેટે કારમી હાર
  • આદર્શ સિંહ 80 બોલમાં 62 રન બનાવ્યા

અંડર 19 એશિયા કપ લીગ મેચ 10 ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાન સામે ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 259 રન બનાવ્યા અને પાકિસ્તાનને જીતવા માટે 260 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

પાકિસ્તાને સરળતાથી લક્ષ્‍ય હાંસલ કરી લીધો હતો. આ હારમાં ખરાબ નસીબ પણ ભારતીય ટીમની સાથે હતું. આદર્શ સિંહ જે રીતે 32મી ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો તે રીતે કોઈ ખેલાડી આઉટ થવા માંગશે નહીં.

આદર્શ સિંહ દુર્ભાગ્યનો શિકાર બન્યો

ભારતીય ટીમ પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ફિફ્ટી ફટકારીને ક્રિઝ પર બેટિંગ કરી રહેલા આદર્શ સિંહ ખરાબ નસબનો ભોગ બન્યો હતો. પાકિસ્તાન તરફથી 32મી ઓવર નાખવા આવેલા સ્પિનત અરફાત મિન્હાસના બીજા બોલ પર આદર્શે મિડ-વિકેટ તરફ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ બેટ સાથે અથડાઇને વિકેટની પાછળ ગયો હતો અને વિકેટકીપર સાદ બેગના પેડમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ વિકેટકીપર તેના બંને પગની મદદથી બોલને દબાવ્યો હતો. ત્યારબાદ આઉટની અપીલ કરી તો અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. આદર્શ સિંહ 80 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. MCCના નિયમો શું કહે છે. કેચ આઉટનો નિયમ શું છે, ખેલાડીને આઉટ આપવામાં આવ્યો સાચો કે ખો

MCCનો કેચ આઉટ નિયમ શું કહે છે?

MCC નિયમો 33.2.2.1 ક્રિકેટમાં કેચ આઉટનો નિયમ જણાવે છે કે બેટ્સમેન કઈ સ્થિતિમાં આઉટ થઈ શકે છે. આ નિયમ અનુસાર, જો બોલ બેટ સાથે અથડાય તો જમીનને સ્પર્શ્યા વિના ફિલ્ડરના હાથમાં જાય છે, તો બેટ્સમેનને આઉટ જાહેર કરવામાં આવે છે. આ નિયમમાં નોંધનીય બાબત એ છે કે બોલ માત્ર હાથથી જ પકડાય તે જરૂરી નથી. જો બોલ પકડેલો હાથ જમીનને સ્પર્શતો હોય, અથવા બોલ શરીર સાથે અટવાઈ ગયો હોય, અથવા ખેલાડીના કપડા કે પેડમાં અટવાઈ ગયો હોય, તો પણ આ બધી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ આપવામાં આવશે. આ કારણે અમ્પાયરે આદર્શ સિંહને આઉટ જાહેર કર્યો હતો.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક 🦮કૂતરો છું.🧑🏻‍⚕️ડૉક્ટર : આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?🙍🏻મોહન : જ્યારથી હું 🐕‍🦺ગલુડિયું હતો ત્યારથી…!!!🤪😜😝🤣😂😅 ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિ દેવને કહ્યું કે.. તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.....