Homeક્રિકેટયંગ ટીમ ઇન્ડિયાની આજથી...

યંગ ટીમ ઇન્ડિયાની આજથી ટફ સાઉથ આફ્રિકન સફારી

સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં યુવા ભારતીય ટીમ આજથી મુશ્કેલ ‘સાઉથ આફ્રિકન’ પરીક્ષાના પ્રથમ પેપર માટે મેદાનમાં ઊતરશે. ત્રણ ટી૨૦, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ-મૅચ એમ ત્રણેય ફૉર્મેટની આ ટફ સિરીઝમાં ભારતીય મૅનેજમેન્ટે ત્રણ અલગ-અલગ કૅપ્ટન (ટી૨૦માં સૂર્યકુમાર, વન-ડેમાં કે. એલ. રાહુલ અને ટેસ્ટમાં રોહિત શર્મા)ના નેતૃત્વમાં ટીમ જાહેર કરી છે.

હાર્દિક પંડ્યા ઇન્જર્ડ છે, જસપ્રીત બુમરાહે બ્રેક લીધો છે અને રોહિત શર્મા-વિરાટ કોહલીના ટી૨૦ ફૉર્મેટમાં રમવા વિશે સસ્પેન્સ હોવાથી ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા બાદ ફરી એક વાર સાઉથ આફ્રિકા સામે ટી૨૦ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. સૂર્યકુમારે ઑસ્ટ્રેલિયા સામે કૅપ્ટન તરીકે ડેબ્યુ સિરીઝમાં ૪-૧થી જીત અપાવીને શરૂઆત કરી છે. જોકે હવે આજથી સાઉથ આફ્રિકન કન્ડિશનમાં તેની અને તેના યુવા ખેલાડીઓની ખરી કસોટી થશે.

બીજી તરફ વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પર્ફોર્મન્સ છતાં સેમી ફાઇનલમાં હારથી હતાશ સાઉથ આફ્રિકન ટીમ ઘરઆંગણે તેમનો દમ બતાવવા કોઈ કસર બાકી નહીં રાખે. આથી ઘાયલ આફ્રિકન ટાઇગર્સ સામે યુવા ભારતીય ટીમની ટક્કર ખૂબ રસપ્રદ બની રહેવાની આશા છે. કૅપ્ટન બવુમા અને પેસ બોલર કૅગિસો રબાડાને આરામ આપવામાં આવ્યો છે અને ઍન્રીચ નૉર્કિયા અને લુન્ગી ઍન્ગિડી ઇન્જર્ડ હોવા છતાં ઘરઆંગણે સાઉથ આફ્રિકનોને નાથવા આસાન નહીં હોય.
આગામી ટી૨૦ વર્લ્ડ કપને ધ્યામાં રાખતાં આ સિરીઝને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વર્લ્ડ કપ પહેલાં ભારત આ સિરીઝ બાદ માત્ર એક જ સિરીઝ ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે રમવાનું હોવાથી વિદેશી કન્ડિશનમાં યુવા ખેલાડીઓ માટે આ સિરીઝ ઑડિશન સમાન બની રહેશે.
હેડ-કોચ રાહુલ દ્રવિડ પણ વર્લ્ડ કપની હતાશા બાદ આજે પહેલી વાર ટીમ સાથે જોવા મળશે. વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કૉન્ટ્રૅક્ટ ખતમ થઈ ગયો હતો અને ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝમાં વીવીએસ લક્ષ્‍મણને જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે ચર્ચાવિચારણા બાદ દ્રવિડનો કૉન્ટ્રૅક્ટ વધારવામાં આવતાં તે ફરી ટીમ સાથે જોડાયો હતો.
ઇન્જર્ડ ઍન્ગિડી આઉટ
આજે પહેલી ટી૨૦ પહેલાં યજમાન ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી પેસ બોલર લુન્ગી ઍન્ગિડી પગની ઘૂંટી મચકોડાઈ જતાં ટી૨૦ સિરીઝમાંથી આઉટ થઈ ગયો છે. રબાડાને આરામ અપાતાં ઍન્ગિડી આફ્રિકન પેસ અટૅકની આગેવાની કરવાનો હતો. હવે તેની જગ્યાએ ટીમમાં બ્યુરૅન હેન્ડ્રિક્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આજે આખી ટીમનું ‘ડેબ્યુ’
ટી૨૦ ટીમમાં સામેલ ૧૭ ખેલાડીઓમાંથી કોઈ પણ સાઉથ આફ્રિકામાં ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચ ન રમ્યું હોવાથી આજે જે ૧૧ ખેલાડીઓ મેદાનમાં ઊતરશે તેમનું આફ્રિકન ધરતી પર ટી૨૦માં ‘ડેબ્યુ’ થશે. ભારતીય ટીમમાં રવીન્દ્ર જાડેજા, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ જેવા અનુભવી ખેલાડીઓ છે, પણ તેઓ ક્યારેય ત્યાં ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચ નથી રમ્યા.

ગિલની મજાક ઃ વાંદરાના કરડવાને લીધે રિન્કુ દોડે છે ફાસ્ટ
ક્રિકેટ બોર્ડે યુવા ભારતીય ટીમની પ્રૅક્ટિસ દરમ્યાનનો એક મજેદાર વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. આ વિડિયોમાં રિન્કુનો એક નાનકડો ઇન્ટરવ્યુ પણ છે, જેમાં તે આફ્રિકન કન્ડિશન સાથે ઍડ્જસ્ટ થવા કેવી-કેવી તૈયારી કરી રહ્યો છે. એ ઉપરાંત તેની ફિટનેસ વિશે વાત કરી રહ્યો હોય છે ત્યારે શુભમન ગિલ ચૂપચાપ આવીને તેની પાછળ ઊભો રહી જાય છે અને બોલે છે, વાંદરો કરડ્યો છે એટલે કે શું? રિન્કુ પહેલાં ચમકી જાય છે, પણ પછી જવાબ આપે છે કે ‘હા, વાંદરો કરડ્યો છે’. ગિલ પાછો પૂછે કે ‘ક્યાં-ક્યાં કરડ્યો છે બતાવ. એટલે આ આટલું ફાસ્ટ ભાગે છે.’ રિન્કુ તેના જમણા હાથની બાય ઊઠચી કરીને વાંદરો કરડવાના નિશાન બતાવે છે.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...