Homeક્રિકેટનામિબિયા બાદ યુગાન્ડા પણ...

નામિબિયા બાદ યુગાન્ડા પણ ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું

ક્વોલિફાયર મેચમાં રવાન્ડા સામે નવ વિકેટે યુગાન્ડાએ જીત મેળવી

એજન્સી, વિન્ડહોએક (નામિબિયા)

આગામી 2024મા વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે નામિબિયા બાદ યુગાન્ડા પણ ક્વોલિફાય થયું છે. ગુરુવારે આફ્રિકા ક્વોલિફાયરમાં યુગાન્ડાએ રવાન્ડા સામે નવ વિકેટે જીત મેળવી હતી. આ સાથે જ યુગાન્ડા મુખ્ય ટૂર્નામેન્ટમાં ક્વોલિફાય કરનાર બીજી ટીમ બની છે.

સૌપ્રથમ નામિબિયાએ ટી20 વિશ્વ કપ માટે ક્વોલિફાય કર્યું હતું. આફ્રિકા ક્વોલિફાયરની ફાઈનલમાં રવાન્ડા સામે જીત મેળવીને ટોચની બે ટીમમાં સ્થાન પાક્કંિ કરી લીધું હતું. યુગાન્ડાનો આ છ મેચમાંથી પાંચમો વિજય રહ્યો હતો.

રવાન્ડા પ્રથમ બેટિંગ કરતા 18.5 ઓવરમાં 65 રન સુધી સિમિત રહ્યું હતું. જવાબમાં યુગાન્ડાએ 8.1 ઓવરમાં ફક્ત એક વિકેટ ગુમાવીને લક્ષ્‍ય પ્રાપ્ત કરી લીધું હતું. યુગાન્ડા ટી20 વર્લ્ડ કપમાં રમનાર પાંચમો આફ્રિકન દેશ બનશે. બીજીતરફ આફ્રિકા ક્વોલિફાયર મેચમાં ફેવરિટ ગણાતી ઝિમ્બાબ્વેની ટીમ ટી20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાથી વંચિત રહી છે. ઝિમ્બાબ્વે પાંચ પૈકી ત્રણ મેચ જીતીને હાલમાં ત્રીજા ક્રમે છે. ક્વોલિફાયરના પરિણામ બાદ 2024 ટી20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી 20 ટીમો નક્કી થઈ ગઈ છે. આગામી વર્ષ 4થી 30 જૂન વચ્ચે ટી20 વર્લ્ડ કપ યોજાશે.

2024 ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયેલી ટીમો:

અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, કેનેડા, નેપાળ, ઓમાન, નામિબિયા અને યુગાન્ડા.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...