Homeક્રિકેટવર્લ્ડકપ બાદ T20 સિરીઝનું...

વર્લ્ડકપ બાદ T20 સિરીઝનું કોઈ મહત્ત્વ નથી, ઓહ..કોણ બોલી ગયું આ

  • વર્લ્ડકપ બાદ ઓસી.ના સિનિયર ખેલાડીનું નિવેદન
  • ભારતે બે મેચ જીતીને વિજયકુચ જાળવી રાખી હતી
  • ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત હાર્યું હતું

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઈકલ હસ્સીનું માનવું છે કે વર્લ્ડ કપ પછી તરત જ રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા ટી20 સીરીઝનું કોઈ મહત્વ નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝનું મહત્વ ઘટી ગયું છે.

તારીખ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ભારત સામેની જીતના ચાર દિવસ બાદ આ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને ટીમો તારીખ 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમમાં પ્રથમ T20 મેચ રમી હતી.

સિરીઝનું મહત્ત્વ ઘટી ગયું છે

માઈકલ હસીએ કહ્યું, ‘મારું માનવું છે કે આ T20 સિરીઝનું મહત્વ ઘટી ગયું છે. આનાથી વર્લ્ડ કપનું મહત્વ ઓછું નથી થયું. પરંતુ વર્લ્ડકપને કારણે ચોક્કસપણે આ શ્રેણીનું મહત્વ ઘટી ગયું છે.’ ગુવાહાટીમાં ત્રીજી ટી-20 મેચ બાદ ઓસ્ટ્રેલિયાના છ ખેલાડીઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે અને હસીનું માનવું છે કે, ભારતનો સામનો કરવાની જરૂર છે. આ તેમની શ્રેષ્ઠ ટીમ નથી. માઈકલ હસ્સીએ કહ્યું, ‘વર્લ્ડ કપની ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમને સામેલ કરવામાં આવ્યા હતા અને તેમને T20 ટીમમાં પણ હોવા જોઈએ.

આરામ કરવા માટે સ્વદેશ ગયા

તેઓ ટેસ્ટ શ્રેણીની તૈયારી કરવા અથવા આરામ કરવા માટે સ્વદેશ પરત ફર્યા છે. ભારતની સર્વશ્રેષ્ઠ T20 ટીમનો સામનો કરી રહેલ ઓસ્ટ્રેલિયાની આ શ્રેષ્ઠ ટીમ ચોક્કસપણે નથી.’ હસીએ હાલમાં ખૂબ જ ક્રિકેટ રમાઈ રહી હોવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બે મેચ ભારતીય ક્રિકેટ ટીમે જીતી લીધે છે. જેમં સૂર્યકુમારે મસ્ત પર્ફોમન્સ કર્યું છે. ક્રિકેટની વાત કરવામાં આવે તો બોર્ડ હવે રોહિત શર્માને રાહત આપીને કેપ્ટન તરીકે યથાવત રાખવા માગે છે.

શારીરિક અને માનસિક થાક

માઈકલ હસીએ કહ્યું, ‘આ અદ્ભુત છે કે આટલું બધું ક્રિકેટ રમાઈ રહ્યું છે, જે પણ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે તેમાં રમવું શારીરિક અને માનસિક રીતે અશક્ય છે.’ માઈકલ હસ્સીએ કહ્યું કે વર્લ્ડ કપની શાનદાર સફળતાને ધ્યાનમાં રાખીને, વધુ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં વનડેને સ્થાન મળવું જોઈએ. માઈકલ હસીએ કહ્યું, ‘કદાચ બહુ ઓછા લોકો મને સપોર્ટ કરે છે પરંતુ હું માનું છું કે ODI ક્રિકેટ એક શાનદાર ફોર્મેટ છે. વર્લ્ડ કપ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે, જેમાં અકલ્પનીય ક્રિકેટ રમાયું હતું.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...