Homeક્રિકેટભારત સામે ઑસ્ટ્રેલિયાની અંતિમ...

ભારત સામે ઑસ્ટ્રેલિયાની અંતિમ દડે રોમાંચક જીત

ભારત સામે ઑસ્ટ્રેલિયાની અંતિમ દડે રોમાંચક જીત

ગુવાહાટી, તા. 28 : અહીં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટી-20માં મેક્સવેલે લડાયક સદીની મદદથી ભારત પાસેથી મેચ છીનવી છેલ્લા દડે કાંગારુઓને રોમાંચક જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી-20 મેચ જીતી ભારતનો વિજયરથ રોકવા સાથે આ શ્રેણીને પણ જીવંત રાખી છે.

મેક્સવેલે ફક્ત 48 દડામાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાથી અણનમ 104 રન કરીને ભારતના હાથમાંથી મેચ છીનવી લીધી હતી.

આખરી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણા 21 રનનો બચાવ કરી શકયો ન હતો. અક્ષર પટેલે ફેંકેલી 19મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 22 રન ઝૂડયા હતા. આખરી 12 દડામાં 43 રન કરી ઓસ્ટ્રેલિયાએ રોમાંચક જીત મેળવી હતી. ભારતના 3 વિકેટે 222 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં પ વિકેટે 22પ રન કરીને પ વિકેટે વિજય મેળવ્યો હતો. મેકસવેલ અને કપ્તાન વેડ (28) વચ્ચે છઠ્ઠી વિકેટમાં 40 દડામાં 90 રનની વિજયી ભાગીદારી થઇ હતી. ઓસ્ટ્રેલિયાની જીતથી ઋતુરાજ ગાયકવાડની વિસ્ફોટક સદી એળે ગઇ હતી.

પ્રસિદ્ધ કૃષ્ણા 68 રન આપી સૌથી ખર્ચાળ બોલર બન્યો હતો. 223 રનના કઠિન વિજય લક્ષ્‍યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 26 દડામાં પહેલી વિકેટમાં 47 રનની ભાગીદારી કરીને ઝડપી શરૂઆત કરી હતી. વન-ડે વર્લ્ડકપ ફાઇનલના સદીવીર ટ્રેવિસ હેડે 18 દડામાં 8 ચોગ્ગાથી 3પ રનની ઇનિંગ્સ રમી હતી. એરોન હાર્ડી 16 રને આઉટ થયો હતો. જોશ ઈંગ્લિશ 10 રન જ કરી શકયો હતો. અનુભવી મેકસવેલ અને સ્ટોઇનિસ વચ્ચે ચોથી વિકેટમાં 41 દડામાં 60 રનની ભાગીદારી થઇ હતી. અક્ષર પટેલે સ્ટોઇનિસ (17)નો શિકાર કર્યો હતો. ટિમ ડેવિડ (0)માં રવિ બિશ્નોઇની ગૂગલીમાં કેચ આપીને આઉટ થયો હતો, એ પૂર્વે અગાઉ પ્રતિભાશાળી ઓપનર ઋતુરાજ ગાયકવાડની ક્લાસિક અને સ્ટ્રોકફૂલ સદીના સહારે ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 222 રનનો સંગીન સ્કોર નોંધાવીને ઓસ્ટ્રેલિયાને ભીંસમાં લીધું હતું. ઋતુરાજે 18મી ઓવરમાં 3 છગ્ગાથી 2પ રન અને આખરી ઓવરમાં પણ 3 છગ્ગાથી 30 રન ઝૂડીને રનનો ધોધ વહાવ્યો હતો.

પ્રારંભે સંભાળપૂર્વક બેટિંગ કરનાર ઋતુરાજ ગાયકવાડે આખરી પાંચ ઓવરમાં રૌદ્ર રૂપ ધારણ કરીને વિસ્ફોટક બેટિંગ કરી હતી. તે પોતાની પહેલી ટી-20 ઇન્ટરનેશનલ સદી કરીને 123 રને અણનમ રહ્યો હતો. પ7 દડાની ઝંઝાવાતી ઇનિંગ્સ રમનાર ઋતુરાજે કાંગારુ બોલરોને નતમસ્તક કરીને 13 સણસણતા ચોગ્ગા અને 7 ગગનચૂંબી છગ્ગા ફટકારીને ગુવાહાટીના બારસપરા સ્ટેડિયમ પર રનનું રમખાણ સર્જ્યું હતું. પોતાના પ0 રન 32 દડામાં પૂરા કર્યાં બાદ ઋતુરાજે બાદમાં પાવર હિટિંગ કર્યું હતું અને બાકીના 72 રન ફકત 2પ દડામાં બનાવ્યા હતા. ઋતુરાજ ભારત તરફથી ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સ્કોર કરનારો શુભમન ગિલ પછીનો બીજા નંબરનો બેટર બન્યો છે. ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્મા વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં ફકત પ9 દડામાં 141 રનની આતશી ભાગીદારી થઇ હતી. જેમાં ઋતુરાજનું યોગદાન 101 રનનું અને તિલકનું 31 રનનું રહ્યંy હતું. તિલક 24 દડામાં 4 ચોગ્ગાથી 31 રને નોટઆઉટ રહ્યો હતો. ભારતે આખરી પ ઓવરમાં 79 રનનો ઉમેરો કર્યો હતો. ભારતની શરૂઆત નબળી રહી હતી. યશસ્વી (6) અને ઇશાન (0)માં આઉટ થયા બાદ કપ્તાન સૂર્યકુમારે 29 દડામાં પ ચોગ્ગા-2 છગ્ગાથી 39 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ઓસિ. તરફથી રિચર્ડસન, બેહરડોર્ફ અને હાર્ડીએ 1-1 વિકેટ લીધી હતી. એરોન હાર્ડી 64 રન આપી ટી-20માં ઓસ્ટ્રેલિયાનો સૌથી ખર્ચાળ બોલર બન્યો હતો.

Most Popular

More from Author

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક...

પતિ દેવ બિચારા સરકારી નોકરીયાત. 😅😝😂😜🤣🤪

🙎🏻‍♂️મોહન : 🧑🏻‍⚕️ડૉક્ટર સાહેબ, હું હંમેશા 💭🤔વિચારું છું કે હું એક...

🏜ધરતી, 🐈બિલાડી અને 🌖ચાંદો ત્રણેય ભાઈ-બહેન થાય ? 😅😝😂😜🤣🤪

હવે આ અફવા કૌન ફેલાવે છે કે,😅😂🤣🤪😝😜RELIANCE એ JIO ખાલી એટલા...

સાચો મિત્ર એ જ હોય છે 😅😝😂😜🤣🤪

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

Read Now

જવાબ સાંભળીને ઓવારી ગયા અમિતાભ બચ્ચન

મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મોઇઝ્ઝુએ ભારતની નિંદા કરતાં એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ. જયશંકરે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમના જવાબની અમિતાભ બચ્ચને પ્રશંસા કરી છે. મોહમ્મદ મોઇઝ્ઝુએ જણાવ્યું હતું કે ભારત તેના સબ-કૉન્ટિનેન્ટ પર ધાક જમાવવા માગે છે. તેમના આવા નિવેદન પર જવાબ આપતો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ...

નોકરી અને પરિવારની જ 😞ચિંતા છે. 😅😝😂😜🤣🤪

👩🏻‍💼છોકરી- સ્ટેશન સુધીના કેટલા પૈસા થશે…?રિક્ષાવાળો🙎🏻‍♂️ : મેડમ વીસ રૂપિયા…!👩🏻‍💼છોકરી (આશ્ચર્યજનક ચહેરા સાથે) : સ્ટેશનના વીસ રૂપિયા…?રિક્ષાવાળો🙍🏻‍♂️ : હા મેડમ, સ્ટેશન અહીંથી બે કિલોમીટર દૂર છે…!👩🏻‍💼છોકરી (હાથથી ઈશારો કરીને) : આ જ સ્ટેશન છે…!રિક્ષાવાળો🙋🏻‍♂️ : મેડમ, હાથ પાછળ રાખો, ટ્રેન નીચે ના આવી જાય…!😅😂🤣😝😜🤪 જો 👱🏻હું ઓફલાઈન રહું...

નામ બડે ઔર દર્શન છોટે

સનફ્લાવર 2 કાસ્ટ : સુનીલ ગ્રોવર, અદા શર્મા, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી, આશિષ વિદ્યાર્થીડિરેક્ટર : નવીન ગુજરાલ સ્ટાર: દોઢ (ઠીક-ઠીક) વિકાસ બહલ દ્વારા ક્રીએટ કરવામાં આવેલી 'સનફ્લાવર 2' હાલમાં ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. લગભગ અડધા કલાકના ૮ એપિસોડની આ સીઝનને નવીન ગુજરાલે ડિરેક્ટ કરી છે. આ સીઝનમાં સુનીલ ગ્રોવર...