Homeક્રિકેટટીમ ઈંડિયાએ આ 5...

ટીમ ઈંડિયાએ આ 5 ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓથી રહેવુ પડશે સાવધાન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ભલે ફાઈનલ રમાઈ ગઈ હોય પણ હવે ફરીથી આ બંને ટીમોનો સામનો થવાનો છે. પણ આ વખતે વનડે નહી પણ ટી20 મુકાબલો રહેશે. શ્રેણીની પહેલી મેચ 23 નવેમ્બરના રોજ થશે. ટીમ ઈંડિયાને ફક્ત ત્રણથી ચાર જ ખેલાડી એવા છે જે વર્લ્ડ કપ પછી ફરીથી રમતા જોવા મળશે. બાકી બધા આરામ પર છે. હાર્દિક પંડ્યા ઘાયલ છે. તેથી ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.

ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા અને ટીમ ઈંડિયા વચ્ચે ધમાકેદાર ટક્કર જોવા મળી. હવે ટી20 સીરીઝમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના ઓછામાં ઓછા 5 ખેલાડીઓથી સાવધાન રહેવાની જરૂર છે.

ટ્રેવિસ હેડ ટી20માં પણ કરી શકે છે મોટો ધમાકો

ઓસ્ટ્રેલિયાના 6 એવા ખેલાડી છે, જેઓ વર્લ્ડ કપ પછી ટી20 સિરીઝ પણ રમતા જોવા મળશે. જો કે, તેમણે પાકિસ્તાન સામેની ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે T20 શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

પરંતુ હજુ પણ ઘણા ચેમ્પિયન ખેલાડીઓ આ શ્રેણીમાં રમશે. ખાસ કરીને ભારતીય ટીમ પાસેથી જીત છીનવી લેનાર ટ્રેવિસ હેડ આ સમયે ભારતીય ચાહકોની નજરમાં હશે. તે પ્રથમ મેચ રમશે કે નહીં તે અલગ બાબત છે. જો તે રમશે તો ભારતીય બોલરોએ તેને જલદીથી પેવેલિયન પરત મોકલવો પડશે, નહીં તો તે કેટલો ખતરનાક બની જાય છે તે બધા જાણે છે.

ગ્લેન મૈક્સવેલ પણ ટીમ ઈંડિયા માટે ખતરો

ટ્રેવિસ હેડ ઉપરાંત ગ્લેન મૈક્સવેલ પણ એવા ખેલાડી છે, જે હારેલી મેચને જીતવાની ક્ષમતા ધરાવે છે. અફગાનિસ્તાન વિરુદ્ધ થયેલા મુકાબલામાં તેમણે એક સ્થાન પર ઉભા ઉભા ટીમને જીત અપાવી હતી. ટી20મા તો તે વધુ ખતરનાક થઈ જાય છે. આ ઉપરાંત સ્ટીવ સ્મિથ એ ખેલાડી છે જે આ વર્ષે વિશ્વકપમાં કશુ ખાસ કરી શક્ય નથી. એવામા તે કોશિશ જરૂર કરશે કે ભારતીય ટીમન આ નવા બોલિંગ અટેક સામે મોટો સ્કોર બનાવે.

કપ્તાન મૈથ્યુ વેડ અને એડમ જૈમ્પા પણ મેચ વિનર ખેલાડી

ઓસ્ટ્રેલિયન ટીમની કમાન મેથ્યુ વેડના હાથમાં છે. તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં તે ચોક્કસપણે બતાવવાનો પ્રયત્ન કરશે કે તે કેટલો મોટો ખેલાડી છે. ટી20માં તે કેટલો અસરકારક અને ખતરનાક ખેલાડી છે તે કોઈનાથી છુપાયેલ નથી. એડમ ઝમ્પા પણ ટી20 સિરીઝ રમતા જોવા મળશે. તેણે મોહમ્મદ શમી પછી વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી છે. તેથી તેમનું મનોબળ ઉંચુ રહેશે અને તેઓ ટીમ ઈન્ડિયાના નવા બેટ્સમેનો માટે મોટો ખતરો બની શકે છે. સ્પિનની સંપૂર્ણ કમાન્ડ તેના હાથમાં રહેશે. જો ટીમ ઈન્ડિયા આ પાંચ ખેલાડીઓ સાથે ડીલ કરી શકે તો મેચ જીતી શકાય છે.

Most Popular

More from Author

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ...

આવી પત્ની વારંવાર નથી મળતી.😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ ​​જમવાનુંબનાવ્યું છે ને?પત્ની : વાહ,તમને કેવી...

એક બીજાની સાડી પહેરીને લગ્નમાં આવી હતી.😅😝😂😜

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી...

Read Now

મોં માંથી કાંઈ બોલતા કેમ નથી.😅😝😂😜🤣🤪

પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો. પતિ : ભાઈ,તમે જમીને આવ્યા છો કેઘરે જઈને જમશો? પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : હું તમને ક્યારની પૂછું છું કે,તમારા જીવનની સૌથી મોટી સમસ્યા શું છે? અને તમે ફક્ત મારી તરફ જોઈ રહ્યા છો,મોં માંથી કાંઈ બોલતા કેમ નથી. (સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 (નોંધ...

રસમલાઈનું નામ સાંભળી મોઢામાં પાણી આવી જશે, જાણો સરળ રેસિપી

રસમલાઈનું નામ આવતાની સાથે જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે. બહુજ ખાસ મહેમાન જ્યારે ઘરે આવે ત્યારે રસમલાઈ જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ તેને ઘરે બનાવવાને ઘણા પરિવાર અઘરૂ માને છે. આથી બજારમાંથી રેડી ટૂ ઈટ એટલે કે તૈયાર રસમલાઈ લાવે છે. આજની રેસિપીમાં અમને...

આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે,😅😝😂😜🤣🤪

પરેશ : યાર, તને ખબર છે કેમીસ શાલિનીની વાણી અચાનક બંધ થઈ ગઈ છે?સુરેશ : તો તોઆજે જ મારી પત્નીને તેને ઘરે જોવા માટે મોકલું છું.પરેશ : કેમ?તે તારી પત્નીની બહેનપણી છે?સુરેશ : ના, ના,પણ હું વિચારી રહ્યો છું કે જો તેની બિમારીચેપી નીકળી તો આજે મારી...