મંગળવાર ઉપાય
અનેક વાર વ્યક્તિ ઘણી મહેનત કરે છે, પરંતુ મનપસંદ પરિણામ પ્રાપ્ત થતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે કેટલાક ઉપાય કરવા તે લાભકારી સાબિત થાય છે. જો તમારી પાસે પૈસા નથી અથવા બનતુ કામ પણ બગડી જાય છે, તો આજે હનુમાન મંદિરમાં જઈને વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ.
હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીને કેવડાનું અત્તર લગાવો. આ ઉપાય કરવાથી નાણાંકીય લાભ થશે અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થવા લાગશે.
હનુમાનજીની પૂજા કરતા સમયે તેમની સમક્ષ ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. જેથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપા વરસાવે છે.
ભગવાન હનુમાનને સંકટમોચન પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે, ભગવાન હનુમાન ભક્તોની પ્રાર્થના સાંભળીને તેમના તમામ સંકટ દૂર કરે છે. તમે પણ બજરંગબલીની કૃપા મેળવવા માંગો છો, તો મંગળવારના દિવસે હનુમાન મંદિર જઈને હનુમાન ચાલીસાના પાઠ કરો અને હનુમાષ્ટક વાંચો. આ પ્રકારે કરવાથી લાભ થશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)