સનાતન ધર્મમાં દરેક વાર કોઈના કોઈ દેવને સમર્પિત છે. આજે રવિવાર સૂર્યદેવને સમર્પિત છે. કુંડળીમાં સૂર્યને પ્રભાવિત કરવા આજે સૂર્યની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. સૂર્ય દેવ એક માત્ર એવા ભગવાન છે, જેના દર્શન દરરોજ મનુષ્ય કરે છે. આજના દિવસે ધન અને યશની પ્રાપ્તિ માટે કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે છે, ચાલો જાણીએ તે ઉપાયો વિશે.
જો તમે ભગવાન સૂર્ય નારાયણની કૃપા મેળવવા માંગતા હોવ તો રવિવારે સવારે સ્નાન કરીને ઉગતા સૂર્યને જળ અર્પિત કરો. ધ્યાન રાખો કે પાણી હંમેશા તાંબાના લોટામાં અર્પણ કરવું જોઈએ. આ પાણીમાં લાલ ફૂલ, અક્ષત(ચોખા) અને સાકર નાખીને અર્પણ કરવાથી લાભ થાય છે.
રવિવારે સાવરણી ખરીદવી શુભ છે. આ દિવસે 3 સાવરણી ખરીદો અને ઘરે લાવો. ત્યારપછી આ ત્રણ ઝાડુ બીજા દિવસે એટલે કે સોમવારે તમારા નજીકના મંદિરમાં દાન કરો. આ ઉપાયથી તમારું ભાગ્ય ચમકશે.
તમારી કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે રવિવારે વડના ઝાડનું એક તૂટેલું પાન લાવો અને આ પાન પર તમારી ઈચ્છા લખીને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થશે.
જો તમે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કીર્તિ મેળવવા ઈચ્છતા હોવ તો રવિવારે પીપળાના ઝાડ નીચે લોટનો ચાર મુખવાળો દીવો પ્રગટાવો. આ ઉપાયથી તમને ફાયદો થશે.
જો તમે ધન અને સમૃદ્ધિ ઈચ્છો છો તો રવિવારે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધ તમારા ઓશીકાની બાજૂમાં રાખી સવારે બાવળના ઝાડના મૂળમાં મુકો.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)