Homeધાર્મિકગ્રહદોષ દૂર કરવા શનિવારે...

ગ્રહદોષ દૂર કરવા શનિવારે કરે 3 ઉપાય, તેલનું દાન કરશો અને હનુમાનજીને લાલ વસ્તુઓ ચઢાવશો તો ટળી જશે મોટા-મોટા સંકટ

જેમની કુંડળીમાં ગ્રહોના દોષ હોય તેઓ કોઈપણ કામમાં આસાનીથી સફળતા પ્રાપ્ત નથી કરી શકતા અને પરેશાન થતા રહે છે. કુંડળીના દોષ દૂર કરવા માટે જ્યોતિષમાં બતાવેલ ઉપાયોને નિયમિત રીતે કરવામાં આવે તો મોટા-મોટા સંકટો પણ ટળી જાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે કેટલાક એવા ઉપાય જેમાં રોજિંદા જીવનમાં કરીને તમે શુભ ફળ મેળવી શકે છો. આજે જાણો શનિવારે કરવાના 5 ઉપાય….

પહેલો ઉપાય-

દર શનિવારે શનિદેવ માટે સરસિયાના તેલનું દાન કરો. તેની માટે એક વાટકીમાં તેલ લો અને તેમાં પોતાનો ચહેરો જોઈને દાન કરો.

બીજો ઉપાય-

મહિનામાં ઓછામાં ઓછા એકવાર હનુમાનજીને લાલ ફૂલ, લાલ લંગોટ અને લાલ ઝંડો ચઢાવો. સુંદરકાંડનો પાઠ કરો. સુંદરકાંડનો પાઠ કરવામાં વધુ સમય લાગે છે, જો સમયનો ઓછો હોય તો હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરવો જોઈએ.

ત્રીજો ઉપાય-

હનુમાનજીના મંદિરમાં ભગવાનની સામે માટીના કોડીયામાં સરસિયાના તેલનો દીવો પ્રગટાવો. જો રોજ શક્ય ન હોય તો દર મંગળવારે અને શનિવારે આ ઉપાય જરૂર કરો.

ચોથો ઉપાય-

દેવી દુર્ગાની પૂજાથી બધા પ્રકારના સંકટ દૂર થઈ શકે છે. માતા પોતાના ભક્તોને દરેક સંકટોથી બચાવી શકે છે. ઘરેથી નિકળતાં પહેલાં દેવી દુર્ગાની પૂજા જરૂર કરો. દુર્ગા માતાની પૂજા કરનાર લોકોએ અધર્મ અને અપવિત્રતાથી બચવું જોઈએ. મહિલાઓનું સન્માન કરો. ક્યારેય પણ માતાનો અનાદર ન કરો. માતા-પિતાના આશીર્વાદ લઈને ઘરેથી નિકળવું જોઈએ.

પાંચમો ઉપાય-

શુભ ચિહ્ન જેવા સ્વસ્તિક, ऊँ, શ્રીરામ લખ્યું હોય કે હનુમાનજીનો ફોટો બનેલો હોય તેવો ઝંડો કોઈ શુભ મુહૂર્તમાં ઘરે લઈ આવો. ઘરમાં આ ઝંડાની વિધિવત પૂજા કરો. પૂજા કર્યા પછી ઘરની છત પર તેને લગાવી દો અને ભગવાનને સંકટો ટાળવાની પ્રાર્થના કરો.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

મહિલાઓ ગ્લો એન્ડ લવલીથી😅😝😂😜

એક છોકરી હતી.ઘણું એટીટ્યુડ દેખાડતી હતી અનેકહેતી હતી,હું તો એવા છોકરા...

પોતાની બહેન😅😝😂😜🤣

શિક્ષક : મને કહો કેદુનિયામાં કેટલા દેશ છે? વિદ્યાર્થી : અરે મેડમ,તમે...

ખોલે તેવી જ ઊંધ આવા લાગે😅😝😂😜

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

હવે હું ક્યાંયનો નથી😅😝🤣😂

એક વાર પત્નીબજારથી ભરેલી થેલી સાથે પાછી આવી.પતિને થયુંથેલીમાં જરૂર કોઈ...

Read Now

ઓસ્ટ્રેલિયા સામેથી છેલ્લી ટી20માં વિરાટ કોહલીનો રેકોર્ડ જોખમમાં, માત્ર આટલા રન દૂર છે આ ખેલાડી

સમયની સાથે ક્રિકેટ જગતમાં નવા ટેલેન્ટેડ ક્રિકેટર્સની એન્ટ્રી થઈ રહી છે. આ યુવા ક્રિકેટર્સ એટલા ઝડપથી રેકોર્ડ બનાવી રહ્યા છે કે તેમની સાથે રમી રહેલા દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ તૂટી રહ્યા છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ટી20 મેચમાં વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે.ઓસ્ટ્રેલિયા સામેની 5...

મહિલાઓ ગ્લો એન્ડ લવલીથી😅😝😂😜

એક છોકરી હતી.ઘણું એટીટ્યુડ દેખાડતી હતી અનેકહેતી હતી,હું તો એવા છોકરા સાથે લગ્ન કરીશજેની પાસે ઔડી કાર હોય.આજે તે,ઘણા સમય પછી પોતાના પતિનીબાઈકની ટાંકીમાં ફૂંક મારતી જોવા મળી.કસમથી મને રડવું આવી ગયું.😅😝😂😜🤣🤪 ભારતમાં બાળકો "બોર્નવિટાથી", મહિલાઓ "ગ્લો એન્ડ લવલીથી", અને પુરુષો "રજનીગંધાથી" સફળ થાય છે. બાકી આ બધી ડિગ્રીઓ તો નકામી...

દત્તાત્રેય જયંતિ 2023 દત્તાત્રેય જયંતિ ક્યારે છે? જાણો તારીખ, શુભ સમય અને મહત્વ

હિંદુ ધર્મમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે અને બધાનું પોતાનું આગવું મહત્વ છે પરંતુ માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાની તારીખે આવતી દત્તાત્રેય જયંતિ ખૂબ જ વિશેષ છે. એવું માનવામાં આવે છે કે તે ભગવાન દત્તાત્રેય, ભગવાન બ્રહ્મા, શ્રી હરિ વિષ્ણુ અને શિવના અંશને સમર્પિત છે.એવું માનવામાં આવે છે કે...