ઘણા લોકો ભોજનની સાથે કંઈક મસાલેદાર ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં પાપડ આ કામ કરે છે. પાપડનો સ્વાદ તો લાજવાબ છે જ, પરંતુ તે પાચનની દૃષ્ટિએ પણ સારો છે. ઘણા લોકો સામાન્ય પાપડની સાથે મસાલા પાપડ ખાવાના પણ શોખીન હોય છે. જ્યારે પણ તેઓ બહાર જમવા જાય છે, ત્યારે તેઓ ચોક્કસપણે ભોજન સાથે અથવા તો સ્ટાર્ટર તરીકે મસાલા પાપડ ઓર્ડર કરે છે.
બાળકો અને પુખ્ત વયના દરેકને તે ભાવે છે. આપણે ઘણીવાર પાપડને ઘરે શેકીને કે તળીને પણ ખાઈએ છીએ, પરંતુ તે બહારની જેમ સ્વાદિષ્ટ નથી હોતા. આજે અમે તમને સ્વાદિષ્ટ મસાલા પાપડ બનાવવાની સરળ રીત જણાવીશું.
પાપડ – 3
બારીક સમારેલી ડુંગળી – 2 ચમચી
ટામેટા બારીક સમારેલા – 2 ચમચી
લીલા મરચા સમારેલા – 1
ચાટ મસાલો – 1/4 ચમચી
કોથમરી સમારેલી – 1 ચમચી
લાલ મરચું પાવડર – 1/4 ચમચી
તેલ – તળવા માટે
મીઠું – સ્વાદ મુજબ
લીંબુનો રસ – સ્વાદ મુજબ
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી મધ્યમ તાપ પર ગરમ કરવા રાખો.
જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં પાપડ ઉમેરીને તળી લો.
પાપડ થોડીવારમાં તળાઈ જશે. ત્યારબાદ તેલ નિતારી લો અને તેને પ્લેટમાં રાખો.
એ જ રીતે બધા પાપડને તળી લો. તમે ઈચ્છો તો પાપડને શેકી પણ શકો છો.
હવે તળેલા પાપડ પર લીંબુનો રસ નાખીને ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, મરચાં ઉમેરો અને તેને સારી રીતે ફેલાવો.
આ પછી તેના પર મીઠું, લાલ મરચું પાવડર અને ચાટ મસાલો છાંટવો.
છેલ્લે પાપડને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો. મસાલા પાપડ તૈયાર છે.