Homeરસોઈસમય ન હોય તો...

સમય ન હોય તો બનાવી લો ફટાફટ બનતા આ બ્રેકફાસ્ટ, ઘટશે વજન

  • ચણાના લોટના પૂડલા બનશે લો કેલેરી બ્રેકફાસ્ટ
  • ફળની સાથે ઓટ્સનું સેવન બનશે ફાયદારૂપ
  • ફણગાવેલા મગનું સેવન ઘટાડશે વજન

સવારની શરૂઆત સારા નાસ્તાથી થાય તો આખો દિવસ એનર્જી બની રહે છે. આ માટે નાસ્તો પોષણથી ભરપૂર અને સ્વાદિષ્ટ હોય તે જરૂરી છે. નાસ્તો સારો હશે તો મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને પાચન સારું રહે છે. તો જાણો કેટલીક એવી વાનગીઓ જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ હેલ્ધી ફૂડ્સથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેનાથી વારેઘડી ભૂખનો અહેસાસ થતો નથી. આ નાસ્તા તમારા ડાયટને બેલેન્સ રાખશે. જેઓ નોકરી કરે છે તેમના માટે અને સાથે બાળકોના લંચબોક્સ માટે પણ આ વાનગીઓ બેસ્ટ રહેશે. તો જાણો અને ફટાફટ બનાવીને કરો ટ્રાય.

ચણાના લોટના પૂડલા

સૌથી સરળ રેસિપિમાં એક છે ચણાના લોટના પૂડલા. તે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. આ એક લો કેલેરી બ્રેકફાસ્ટ છે. તેના ચિલ્લા બનાવવા માટે એક વાટકીમાં બેસન લો અને તેમાં થોડા સુધારેલા શાક ઉમેરો, સામાન્ય મસાલા સાથે પાણી મિક્સ કરીને ખીરું તૈયાર કરો. તેને તવા પર થોડું તેલ મૂકીને ફેલાવી લો, તમારા પૂડલા તૈયાર થઈ જશે. તેને ચટણી કે સોસ સાથે ખાઈ શકાય છે.

ફળની સાથે ઓટ્સ

હાઈ ફાઈબરના ઓટ્સ થોડા ખાવાથી પણ પેટ ભરાઈ જાય છે અને પાચન સારું રહે છે. તેને વેટ લોસ ડાયટ માટે સારો માનવામાં આવે છે. ઓટ્સમાં દૂધ, ફળ અને સ્વાદ માટે મધ અને તજનો પાવડર મિક્સ કરી શકાય છે. તેમાં કેટલાક સૂકામેવા પણ મિક્સ કરી શકાય છે.

ફણગાવેલા મગ

આ નાસ્તો બનાવવા માટે લીલી મગને રાતે ધોઈને પલાળી લો. તેનાથી મગ અંકુરિત થઈ જાય છે. રાતે શાક સુધારીને રાખો જેથી સવારે જલ્દી નાસ્તો તૈયાર થશે. મગમાં ટામેટા, મરચા, ટામેટા મિક્સ કરો. તેમાં લીંબુ અને મીઠું પણ મિક્સ કરો. સ્વાદની સાથે હેલ્થ પણ સારી રહેશે.

Most Popular

More from Author

મહિલાઓ ગ્લો એન્ડ લવલીથી😅😝😂😜

એક છોકરી હતી.ઘણું એટીટ્યુડ દેખાડતી હતી અનેકહેતી હતી,હું તો એવા છોકરા...

પોતાની બહેન😅😝😂😜🤣

શિક્ષક : મને કહો કેદુનિયામાં કેટલા દેશ છે? વિદ્યાર્થી : અરે મેડમ,તમે...

ખોલે તેવી જ ઊંધ આવા લાગે😅😝😂😜

એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.અચાનક જ ભગવાન પ્રગટ થઇ...

હવે હું ક્યાંયનો નથી😅😝🤣😂

એક વાર પત્નીબજારથી ભરેલી થેલી સાથે પાછી આવી.પતિને થયુંથેલીમાં જરૂર કોઈ...

Read Now

ઓસ્ટ્રેલિયા સામેથી છેલ્લી ટી20માં વિરાટ કોહલીનો રેકોર્ડ જોખમમાં, માત્ર આટલા રન દૂર છે આ ખેલાડી

સમયની સાથે ક્રિકેટ જગતમાં નવા ટેલેન્ટેડ ક્રિકેટર્સની એન્ટ્રી થઈ રહી છે. આ યુવા ક્રિકેટર્સ એટલા ઝડપથી રેકોર્ડ બનાવી રહ્યા છે કે તેમની સાથે રમી રહેલા દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ તૂટી રહ્યા છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ટી20 મેચમાં વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે.ઓસ્ટ્રેલિયા સામેની 5...

મહિલાઓ ગ્લો એન્ડ લવલીથી😅😝😂😜

એક છોકરી હતી.ઘણું એટીટ્યુડ દેખાડતી હતી અનેકહેતી હતી,હું તો એવા છોકરા સાથે લગ્ન કરીશજેની પાસે ઔડી કાર હોય.આજે તે,ઘણા સમય પછી પોતાના પતિનીબાઈકની ટાંકીમાં ફૂંક મારતી જોવા મળી.કસમથી મને રડવું આવી ગયું.😅😝😂😜🤣🤪 ભારતમાં બાળકો "બોર્નવિટાથી", મહિલાઓ "ગ્લો એન્ડ લવલીથી", અને પુરુષો "રજનીગંધાથી" સફળ થાય છે. બાકી આ બધી ડિગ્રીઓ તો નકામી...

દત્તાત્રેય જયંતિ 2023 દત્તાત્રેય જયંતિ ક્યારે છે? જાણો તારીખ, શુભ સમય અને મહત્વ

હિંદુ ધર્મમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે અને બધાનું પોતાનું આગવું મહત્વ છે પરંતુ માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાની તારીખે આવતી દત્તાત્રેય જયંતિ ખૂબ જ વિશેષ છે. એવું માનવામાં આવે છે કે તે ભગવાન દત્તાત્રેય, ભગવાન બ્રહ્મા, શ્રી હરિ વિષ્ણુ અને શિવના અંશને સમર્પિત છે.એવું માનવામાં આવે છે કે...